Historic meeting at Mission High School Tankaria
આજ રોઝ મોહદ્દીસે આઝમ સંચાલિત મિશન હાઈ સ્કૂલ માં હઝરત નુરાની મિયાં અશરફીયુલ જિલ્લાની ના સાનિધ્યમાં ગામ ના નવ યુવાનો ની એક ઐતિહાસિક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ માં તમામ નવયુવાનો એ ભાગ લઇ મિટિંગ ને કામિયાબી બક્ષી હતી. આ પ્રસંગે હઝરત નુરાની મિયાં અશરફીયુલ જિલ્લાની સાહેબે ગામ ના તમામ નવયુવાનો ને એક થઇ દીન ના કામમાં લાગી જવાનો અનુરોધ કર્યો હતો અને નાના મોટા મતભેદો ને દિલ માંથી દૂર કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. અંત માં તમામ યુવાનો એ એક બીજાને ગળે મળી મતભેદો દૂર કરવાના શપથ લીધા હતા.
આ પ્રસંગે પોતાના વ્યસ્ત કાર્યક્રમ માંથી સમય કાઢી મિટિંગ માં હાજર રહેલા સૈયદ શૌકતબાવા કરજનવાળા નો તમામ ગામ ના નવયુવાનો એ આભાર માન્યો હતો. આ પ્રસંગે ખાતીબો ઇમામ જામે મસ્જિદ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ તથા મિશન ના સંચાલકો તથા ગામ ના અગ્રગણ્યો હાજર રહ્યા હતા.