મર્હુમ અબ્દુલ્લાહ સાલેહ મેમોરિયલ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો રંગેચંગે પ્રારંભ
જે મેદાન પર મોટામોટા ક્રિકેટ ખેલાડીઓ રમવાની ઝંખના ધરાવે છે એવા ભરૂચ જિલ્લાન ટંકારીઆ ગામના ખરી ક્રિકેટ ના મેદાન પર આજ રોજ મર્હુમ અબ્દુલ્લાહ સાલેહ મેમોરિયલ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ વિશાળ ક્રિકેટ પ્રેમીઓ ની હાજરીમાં થયો હતો.
આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ભરૂચ ના ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ભરૂચ ના કલેકટર શ્રી વિક્રાંત પાંડે સાહેબે આ ગ્રાઉન્ડ ના વિકાસ માટે અને પ્રેક્ષકો માટે મેચ નિહારવા માટે રૂપિયા 5 લાખ ના ખર્ચે તેમની ગ્રાન્ટ માંથી એક સ્ટેડિયમ બનાવવા માટે જે ફાળવણી કરવામાં આવી હતી તે સ્ટેડિયમ શેડ નું ઉદ્ઘાટન પણ રીબીન કાપી ભરૂચ ના ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ રાષ્ટ્રગીત ની ધૂન બાદ ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ સાહેબે ટૉસ ઉછાળી ટુર્નામેન્ટ નો શુભારંભ કર્યો હતો. આજે પ્રથમ મેચ પરીએજ ઇલેવન અને કંથારીયા ઇલેવન વચ્ચે રમાઈ હતી.
આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર શ્રી યાદવ સાહેબ, ભરૂચ ડી. વાય. એસ. પી. ચૌહાણ સાહેબ, માજી ધારાસભ્ય ઇકબાલભાઇ પટેલ, માજી જિલ્લા સદસ્ય મકબુલભાઈ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ગામના સરપંચ ઇકબાલભાઇ કબીર, ડેપ્યુટી સરપંચ અલ્તાફ ગાંડા, યુ.કે. થી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાળા, અલ્તાફભાઈ કડુંજી, મેહબૂબ ગોચા, ગુજરાતી કવિ બાબરભાઈ બમ્બુસારી, તથા આદમભાઇ આબાદનગરવાળા, સલીમ અમદાવાદી, મેસરાદના હનીફભાઇ જમાદાર, માજી સરપંચ આરીફ પટેલ, ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના ઉપપ્રમુખ રતિલાલ પરમાર, ગંજેઅહેમદ મુલતાની તથા ગામ તથા પરગામના ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
આખા સમારંભ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું. આ પ્રસંગે ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી એ કલેકટર વિક્રાંત પાંડે સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો. તથા આ પ્રસંગે હાજર થનાર તમામ મહેમાનગન નો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. અને હાજી પણ થોડું આ ગ્રાઉન્ડ માં બાકી પડતું કામ ને પરિપૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
ટંકારીઆ ગોત્ર નો એક નવયુવાન ખેલાડી ઇંગ્લેન્ડ ની ટીમ માં રમે છે તેનું વહોરા પટેલ સમાજ ને ગૌરવ છે :::: ઇકબાલભાઇ ધોરીવાળા.
ભરૂચ જિલ્લા માંથી સારા ખેલાડીઓ ને પ્રોત્સાહન મળે અને આગળ આવે એવી ઝંખના કરતા માજી ધારાસભ્ય ઇકબાલભાઇ પટેલ.