ટંકારીઆ ખરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે જે ગ્રાઉન્ડ પર દરેક ક્રિકેટ ખેલાડીઓ ક્રિકેટ રમવા આતુર હોય છે તેવા ખરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ આવતા બુધવારે એટલે કે 9/11/16 ના રોજ થશે. આ ટુર્નામેન્ટ મર્હુમ અબ્દુલ્લાહ સાલેહ મેમોરિયલ નોક આઉટ ટુર્નામેન્ટ ના બેનર હેઠળ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે.
અત્રે યાદ અપાવવું જરૂરી છે કે ગત વર્ષે ભરૂચ ના કલેકટર શ્રી પાંડે સાહેબે આ ગ્રાઉન્ડ ના નવીનીકરણ અને વિકાસ માટે રૂપિયા 5 લાખ ની ગ્રાન્ટ મંજુર કરી હતી અને ક્રિકેટ રસિકો માટે એક ઉમદા નાનું સ્ટેડિયમ શેડ બનાવ્યું હતું. જે સ્ટેડિયમ શેડ તથા ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ભરૂચ ના હાલના કલેક્ટર શ્રી સંદીપ સંગલે સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવશે.
સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ ના મેમ્બરો આરીફ બાપુજી, ઇશાક બશેરી, અય્યુબ દાદાભાઈ (દુશ્મન) તથા સાજીદ લાલન, સોકેટ બશેરી વગેરે આ પ્રસંગે તમામ ક્રિકેટ રસિકોને પધારવા હાર્દિક આમંત્રણ આપે છે. આ સમગ્ર ટુર્નામેન્ટ નું આયોજન ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી કરશે. એમ સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ એક યાદીમાં જણાવે છે.