1 17 18 19 20 21 98

સમાન સિવિલ કોડ લાગુ કરવા માટે અને મુસલમાનો ના કુરાન અને હદીષ ના કાયદા ઓ અને હુકમો ને ખતમ કરવા માટે જે સાજિસ રચાઈ રહી છે તેના વિરુદ્ધમાં મુસલમાનો ને જાગૃત કરવા માટેની એક કોન્ફરન્સ નું આયોજન મુસલમાના ને ટંકારીઆ દ્વારા ગત રોજ ઈશા ની નમાજ બાદ ટંકારીઆ બાઝાર માં કરવામાં આવ્યું હતું. જેમાં મૌલાના ઇસ્માઇલ ભૂટા, મુફ્તી ઈકબાલ ટંકારવી, મુફ્તી સુફિયાન કેસરપુરી, મૌલાના સિરાજ કિડાઈ, મૌલાના ઇબ્રાહિમ માલજી તથા અન્ય ઉલેમાઓ તથા આજુબાજુ ના ગામના તથા ટંકારીઆ ના મુસલમાનો એ મોટી સંખ્યામાં હાજરી  આપી હતી.

આ પ્રસંગે મુફ્તી સુફિયાન કેસરપુરી એ પોતાના બયાન માં જણાવ્યું હતું કે સૌ પ્રથમ આપણે મુસલમાનો એ શરિયત ના અમલ નો જામો પહેરવો પડશે. આપણા Nabi ની સુન્નતો ને અપનાવવી પડશે કે જે આપણી પ્રથમ ફરજ છે. તેમને એમ પણ જણાવ્યું હતું કે દરેક મુસલમાન માટે શરિયત તેમના પાર ઉચ્ચ દરજત પાર છે. અને કોઈ પણ હાલત માં શરિયત પર રહેવું જ પડશે. હાલમાં શરિયત માં દખલગીરી સરકાર તરફથી થઇ રહી છે તેને સાંખી લેવામાં આવશે નહિ. આપણે કાનૂન ના ડાયરા માં રહી આવી દખલગીરી નો વિરોધ કરવાનો છે. અને તમામે તમામ ફીરકા ઓ એ એક પ્લેટફોર્મ આવી શરિયત ના કાનૂન ને બચાવવાની અપીલ કરી હતી. 

ત્યાર બાદ મુફ્તી ઈકબાલ ટંકારવી સાહેબે પણ પોતાના બયાન માં એમ જણાવ્યું હતું કે ભારત માં મુસ્લિમ સત્તાધીશો દરમ્યાન તમામ કોમ સાથે રહી એક સંપ થી રહ્યા હતા. તેમને 1937 ના શરિયત એક્ટ નો રસપ્રદ ચિતાર પણ શ્રોતાજનો ને આપ્યો હતો. તેમને શરિયત માં આર. એસ. એસ. ની દખલગીરી નો પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમને તેમના બયાન માં મોગલ સમ્રાટ અકબર વખતે પણ દિને ઇલાહી નામનો ધર્મ સ્થાપી શરિયત માં ચેડાં કરવાની કોશિશ ને મુજડ્ડીડે અલફેસાની રડી. ની ઈમાન વર્ધક તવારીખો બતાવી હતી. તેમને ‘ગુજરાત ટુડે’ ના તંત્રી અઝીઝ ટંકારવી ની એક વર્ષ પહેલાની આ બાબતની ચળવળ ની પ્રશંસા કરી હતી. તેમને ભાર આપીને જણાવ્યું હતું કે શરિયત ના કાનૂન માં કોઈ ની પણ દખલગીરી ચલાવી લેવામાં આવશે નહિ. દરેક મુસલમાનો એ કાનૂન ના ડાયરા માં રહી વિરોધ કરવાનો રહેશે. 

દરેક મુસલમાન પર શરિયત નો કાનૂન ઉચ્ચ દરજ્જા પાર છે. તથા દરેક મુસલમાને નાખી ની સુન્નત પર અવશ્ય અમલ કરવો પડશે : મુફ્તી  સુફિયાન કેસરપુરી.

ગુજરાત ટુડે ની એક વર્ષ થી ચાલતી મુહિમ ની પ્રશંશા કરતા મુફ્તી ઈકબાલ ટંકારવી 

1 17 18 19 20 21 98