1 4 5 6 7 8 98

ઈદે મિલાદુન્નબી ની ટંકારીઆ તથા પંથક માં શાનો શૌકત થી ઉજવણી
આજે ૧૨ રબીઉલ અવ્વલ એટલે કે ઈદે મિલાદુન્નબી ની ઉજવણી ટંકારીઆ તથા પંથક માં આન બાન અને શાન થી કરવામાં આવી હતી.
આમ તો રબીઉલ અવ્વલ નો પ્રથમ ચાંદ નજરે આવતાજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબી ની ઉજવણી ની તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે. અને વિવિધ મસ્જિદો માં નબીએ કરીમ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમની શાન માં તકરીરો તથા નાત ખવાની ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે. તે તહત ટંકારીઆ ની વિવિધ મસ્જિદો માં તકરીરના કાર્યક્રમો યોજાયા હતા. અને આજ રોજ સવારે વહેલા પરોઢિયે મસ્જિદો માં સલાતો સલામનો કાર્યક્રમ ફજર સુધી યોજાયો હતો અને મુસ્લિમ બિરાદરો એ ખિરાજે અકીદત પેશ કરી હતી. અને ત્યાર બાદ સવારે સદા સાત વાગ્યે પાટણવાળા બાવા સાહેબ ના ઘરે થી સલાતો સલામ પઢતા પઢતા વિશાળ લોકો એ એક જુલૂષ કાઢ્યું હતું અને તે જુલૂષ ટંકારીઆ ની શેરી શેરી ફરી “સરકારકી આમદ મરહબ” “નારે તકબીર” જેવા નારાઓ થી શેરીઓ ને ગુંજતી કરી દીધી હતી. અને જામે મસ્જિદ ખાતે જુલૂષ સમાપ્ત થયું હતું. ત્યાર બાદ જામે મસ્જિદ માં પ્યારા નબીના મુએ મુબારક ની જિયારત નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈદે મિલાદ ના પર્વ નિમિતે ગામની ચોતરફ રોશની, ઉપરાંત ધજા પતાકા, ઝંડાઓ, તોરણો નો શણગાર કરવામાં આવ્યો હતો. જુલૂષ માં સફેદ, લીલા તથા વિવિધ રંગો ના અમામા પહેરેલા મદ્રસ્સાએ મુસ્તુફાઈય્યાહ ના નાના તુલ્બાઓ આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા.
હજારો અકીદતમંદો એ એકબીજાને આ પવિત્ર તહેવાર નિમિતે મુબારકબાદી પાઠવી હતી. આ પ્રસંગે જમા મસ્જિદ ના ઇમામ અબ્દુર્રઝાક અશરફી તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ના પેશ ઇમામ હાફેઝ સલીમ અશરફી એ સમગ્ર માનવજાત માટે શાંતિ, એખલાસ અને સુખ સમૃદ્ધિ ની દૂઆ માંગી હતી. cimg0002 cimg0003 cimg0004 cimg0005 cimg0006 cimg0007 cimg0008 cimg0009 cimg0010 cimg0011 cimg0012 cimg0013 cimg0014 cimg0015 cimg0016 cimg0017 cimg0018 cimg0019 cimg0020 cimg0021 cimg0022 cimg0023 cimg0024 cimg0025 cimg0026 cimg0028 cimg0029 cimg0031 cimg0032 cimg0033 cimg0034 cimg0035 cimg0036 cimg0037 cimg0038 cimg0039 cimg0040 cimg0041 cimg0042 cimg0043 cimg0045 cimg0046 cimg0047 cimg0048 cimg0050 cimg0051

11

1 4 5 6 7 8 98