મર્હુમ ગુલામ મોહમ્મદ ભૂટા [તલાટી ] મેમોરિયલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ માં માચ ટીમ વિજેતા.
ટંકારીઆ ગામે લીલીછમ ઘાસ આચ્છાદિત તર્ફ વિકેટ ધરાવતા બારીવાલા ક્રિકેટ ક્લબ ના ગ્રાઉન્ડ પર આજ રોજ મર્હુમ ગુલામ મોહમ્મદ ભૂટા મેમોરિયલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ માંચ ક્રિકેટ ટિમ અને મનુબર ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં માંચ ક્રિકેટ ટીમ નો જવલંત વિજય થયો હતો. માંચ ની ટીમે નિર્ધારિત ૨૦ ઓવર માં ૧૭૧ રન બનાવ્યા હતા. જેના જવાબ માં મનુબર ની ટીમ ૨૦ ઓવર માં ફક્ત ૧૪૧ રન બનાવી શકી હતી.
આ ટુર્નામેન્ટ માં મેન ઓફ થઈ સિરીઝ ફૈસલ પટેલ ઉર્ફે કારગિલ બન્યો હતો. આ મેચ નિહારવા વિદેશ થી પધારેલા મહેમાનો સહીત ગામ તથા પરગામ થી મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા.