આજ થી એસ. એસ. સી. બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ સમગ્ર ગુજરાત માં થઇ ગયો છે. જેમાં ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ ના એસ. એસ. સી. બોર્ડ કેન્દ્ર પર પણ પરીક્ષાર્થી ઓ ના ટોળે ટોળા ઉત્સાહભેર સવાર થીજ ભેગા થઇ ગયા હતા. પરીક્ષાના સમય પહેલા ટંકારીઆ ગામના આગેવાનો જેવા કે માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ ઇકબાલ કબીર, ડેપ્યુટી સરપંચ અલ્તાફ ગાંડા, સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી, ટંકારીઆ સ્કૂલ ના ચેરમેન અબ્દુલ્લાહ ભુતાવાળા, પ્રિન્સિપાલ ગુલામભાઇ પટેલ, સામાજિક કાર્યકર મુસ્તાક દૌલા, મુસ્તુફા ખોડા, Arif Bapuji વિગેરે ઓએ તમામ પરીક્ષાર્થીઓ ને ગુલાબ નું ફૂલ તથા ટોફી આપી તમામ પરીક્ષાર્થી ઓ ને શુભેચ્છા પાઠવી પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ આપ્યો હતો. આ કેન્દ્ર માં કુલ ૬૩૦ પરીક્ષાર્થી ઓ બેઠા હતા જે માટે સ્કૂલ માં ૨૧ બ્લોક ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Bayan Program of Saiyed Mahamud Ashraf Grand son of Huzur Sarkar E Qalan [RA] at Mota padar Tankaria. which is organized by MOHADDIS E AZAM mission Tankaria.
ટંકારીઆ માં તકરીર નો પ્રોગ્રામ યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મોહદ્દીસે આઝમ મિશન ના ઉપક્રમે હુઝૂર સરકારે કલા ના પૌત્ર સૈયદ મહમુદ અશરફ અશરફીયુલ જિલ્લાની સાહેબ નો તકરીર નો પ્રોગ્રામ ગત રોજ મોટા પાદરમાં રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હઝરતે ઈસ્લાહી તકરીર ના માધ્યમ થી હાજર જનો ના ઈમાન માં તાજગી બક્ષી હતી. તેમને તેમના વક્તવ્યમાં દેશ પ્રેમ અને દેશ પ્રત્યે દિલો જાન થી મહોબ્બત કરવાનો સંદેશો પાઠવ્યો હતો. તેમને તમામ ને પોતાના માં રહેલી બુરાઈ ઓ ત્યાગી નેક બનવાની નસીહત કરી હતી. અને પાંચે વખત ની નમાજ પઢવાની સખ્ત તાકીદ ફરમાવી હતી.
આ પ્રોગ્રામ નું સંચાલન ખલિફા એ શૈખુલ ઇસ્લામ ખતીબે જામા મસ્જિદ ટંકારીઆ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે કર્યું હતું. ગામ તથા પરગામ થી વિશાલ અકીદતમંદો એ હાજરી આપી પ્રોગ્રામ ને કામિયાબ બનાવ્યો હતો
ગામ પંચાયત ટંકારીઆ દ્વારા મેઘા તબીબી કેમ્પ નું આયોજન મોહદ્દીસે આઝમ સ્કૂલ માં આજ રોજ રાખવામાં આવ્યું હતું. જેમાં હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, સાંધાના અને હાડકાના રોગો, સ્ત્રી રોગો, તથા બાળકો ના રોગો નું મફત માં નિદાન કરવામાં આવશે.