[For identification of above photo personalities, name wrote under the photograph]
Also OASIS group of company [Cape Town, South Africa] empowering to the young students to take control of theirlivesandbecomestrongerandmoreindependent through education for that sends 50 students to the university.
Many many congratulations to OASIS group for a humble work. We Tankarvies are proud on you.
આપણા ગામના ગુજરાતી ગઝલકાર / સાહિત્યકાર “મહેંક” ટંકારવી સાહેબ ની આ ગઝલ ને પ્રસિદ્ધ ગઝલકાર મનહર ઉધાસ ના “અવાઝ” નામના આલબમ માં સ્થાન મળ્યું છે. નીચે આપેલી લિંક ને ક્લિક કરી ગઝલ ને માણી શકો છો.
કહેવાય છે કે ભરૂચ જિલ્લા તથા આજુબાજુ ના જિલ્લા ના ક્રિકેટ ખેલાડી ઓનું પસંદીદા ક્રિકેટ મેદાન એવું ભરૂચ તાલુકાનું ટંકારીઆ ગામના ખરીના મેદાન પર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ સંચાલિત નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ તારીખ ૫/૩/૧૭ ના રવિવાર ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રમાશે. આ ફાઇનલ શુક્રવાર અને શનિવારના રોજ રમાડાનાર સેમિફાઇનલ માં ની વિજેતા ટીમો વચ્ચે રમાશે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ જોવા માટે ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ તમામ ક્રિકેટ પ્રેમી ઓ ને હાર્દિક આમંત્રણ આપે છે. ફાઇનલ મેચ પુરી થયે ઇનામવિતરણ કાર્યક્રમ સાંજે સાડાચાર વાગ્યે યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુ.કે. થી પધારેલા ઇકબાલ ધોરીવાલા૪ ગુજરાત ટુડે ના તંત્રી અને ગામ ના પનોતા પુત્ર અઝીઝ ટંકારવી સાહેબ, મુબારક ભાઈ મિનાઝવાળા, તથા ગામના અને આજુબાજુ ના ગામના નેતાગણ વિગેરે હાજરી આપશે. આશરે અઢી માસ થી ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં લગભગ ૧૦૮ ટીમો એ ભાગ લીધો હતો. હંમેશા ક્રિકેટ પ્રેમી રહેલું ટંકારીઆ ગામ ના ખરી ના મેદાન પર વિશાળ સંખ્યા માં પ્રેક્ષકો ક્રિકેટ મેચ નિહારવા આવે છે અને ફાઇનલ મેચ માં તો આજુ બાજુ ના ગામના લોકો પણ વિશાળ સંખ્યામાં આવે છે. તો આ વખતે પણ ફાઇનલ નિહારવા તમામ ક્રિકેટ પ્રેમી ઓ ને ભાવભીનું આમંત્રણ છે.