Annul Jalsa of Madrasa Kuwwatul Islam Held in Tankaria
૦૭/૦૫/૨૦૧૭ ના રાત્રે ઇશાંની નમાજ પછી મદ્રેસાએ કુવ્વતુલ ઇસ્લામ ટંકારીઆનો ૫૪મો વાર્ષિક ઈનામી જલ્સો ટંકારીઆ બજારમાં રાખવામાં આવ્યો હતો,
જેમાં બાળકો દ્વારા અલગ અલગ પ્રોગ્રામ રજુ કરવામાં આવ્યા હતા
જેમાં આજે દુશ્મનાને ઇસ્લામ દ્વારા ખોટી રીતે મુસ્લીમ બહેનોના હકના નામ પર જે રીતે ઇસ્લામ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેના માટે મુસ્લીમ બહેનો ને ઇસ્લામમાં આપવામા આવેલા હકો ઉપર એક નજર કરાવ્વામાં આવી હતી, સાથેજ આપણા સામાજમાં શાદીમા થઇ રહેલા વધારાનો ખર્ચ જેના લઇને છોકરીના મા-બાપની થતી હાલત પર ૪ બાળકો દ્વારા પ્રોગ્રામ કરાયો હતો, સાથેજ આપણા ઘરોમાં થતા જગ્દાઓ દુર કરવા માટે નો પ્રોગ્રામ કરાયો હતો,
અને ખાસ આપણા નબી મુહમ્મદ સલ્લલાહુ અલ્યહી વસલ્લમની શાન મા નજમ રજુ કરવામાં આવી હતી,
આ આખા પ્રોગ્રામમાં મુખ્ય મુકર્રીર તરીકે હઝરત મોલાના સૈય્યિદ મુફતી સલમાન મન્સુરપુરી સા.(દા.બ.) હાજરી આપીને બયાનમાં આપણી મુસ્લીમ બહેનોના દુન્યવી શીક્ષણની સાથે દીનનું શીક્ષણ ઘણું જરુરી છે અને બહેનોને આપવામાં આવતા હક જેવાકે મિલકતમાં આપવામા આવતા હકો વિશે ઘણો ભાર આપ્યો.
આ વર્ષે હિફઝે કુર્આનની દૌલતથી માલામાલ થનાર નીચેના નવ હાફીઝ સાહેબોને બુઝુર્ગાને દીનના મુબારક હાથોથી સનદે હિફઝ અર્પણ કરવામા આવી.
૧. હાફિઝ મુ.આઝમ મકબુલ ભુતા સા.
૨.હાફિઝ જુનૈદ મુફતી મુશ્તાક આબિદ સા.
૩.હાફિઝ અસ્લમ બશીર દસુ સા.
૪.હાફિઝ અ. રહીમ ખલીલ કીડી સા.
૫.હાફિઝ ઉવૈસ હનીફ મઢી સા.
૬.હાફિઝ આકીલ ફારુક ભુતા સા.
૭.હાફિઝ મુહમ્મદ ઇનાયત ભુતા સા.
૮.હાફિઝ તુફૈલ સલીમ ભુતા સા.
૯.હાફિઝ મુહમ્મદ મુશ્તાક મઢી સા.