1 2 3 7

A team from Hibbert Community Centre and ZADA Elder Group, Bolton, UK are going on a tour of Istanbul, Turkey. From a total of 14 members, 7 are from Tankaria (Yakubbhai Menk, Faruk Ughradar, Ibrahimbhai Bachcha, Rehmatullah Bhaloda, Ayyubbhai Bhaloda, Ayyubbhai Vasta and Yusufbhai Lalla Master). Others are from Ikhar and Manch villages.

Media supporter: Britasian Buzz ( B Buzz )

 

મુસ્લિમો નો હાલ માં ચાલી રહેલ પવિત્ર મહોર્રમ માસ ની ઉજવણી મહોર્રમ માસ ના પ્રથમ ચાંદ થી જ સાદગી રીતે કરવામાં આવી રહી છે. આમ તો હિજરી પ્રમાણે પ્રથમ માસ મહોર્રમ એટલેકે મુસ્લિમો નું નવું સાલ ચાલુ થાય છે. અને મહોર્રમ માસ ના પ્રથમ ૧૦ દિવસો નો મહિમા અનેરો હોય છે. આશરે ૧૪૦૦ વર્ષ પહેલા સત્ય ના કાજે પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ આપી અસત્ય સામે શીશ નહિ ઝુકાવનાર અને સત્યનો અનેરો સંદેશ આપનાર હજરત ઇમામ હુસૈન ર. અ. તથા તેમના જાંબાજ સાથીઓ ની યાદ માં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા સદીઓ ના વહેણ વીતી ગયા છતાં પણ આજે મહોર્રમ માસ ની પરંપરાગત ઉજવણી કરે છે.  જે અંતર્ગત ટંકારીઆ ગામની જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં ઈશા ની નમાજ બાદ ઇમામ હુસૈન ની શાન માં તકરીરના પ્રોગ્રામ પહેલી મહોર્રમ થી ૧૦ મી મહોર્રમ સુધી કરવામાં આવશે. જેમાં જામા મસ્જિદ માં કારી ઇમરાન સાહબ તથા  મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં મુફ્તી નૂર સઇદ સાહેબ  કરબલાના શહીદો ની શહીદી ગાથા પર પ્રકાશ પાડતા બયાનો કરે છે. આ બયાનો સાંભરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડે છે.

તથા ૧૦ મી મહોર્રમ ના દિવસે સવારે આ બંને મસ્જિદો માં વિશિષ્ઠ નવાફીલ નમાજો, ઝીકરો અસગાર તથા દુઆઓ નો પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે. તો આ વખતે તારીખ ૧/૧૦/૧૭ ના રવિવારના રોજ બંને મસ્જિદોમાં સવારે ૮ કલાકે આ પ્રોગ્રામ બંને મસ્જિદો માં યોજાશે.   

આપણા ગામ ટંકારીઆનુ ગૌરવ એવા રફીક અભલી(ઉર્ફે: મુનાફ અભલી) ના નેતૃત્વ હેઠળ પ્રાથમિક મિશ્ર શાળા,સુડી નો ગૃપ કક્ષા,તાલુકા કક્ષા તથા જીલ્લા કક્ષા એ પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે,ઇન્શાઅલ્લાહ રાજ્ય કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવે .
પ્રોજેક્ટ: વિભાગ-૪ પરિવહન અને પ્રત્યાયન
>>”વાયરલેશ પાવર મોટર ચાર્જીંગ ટેક્નોલોજી( Wireless Motor Power Charging Technology)”

1 2 3 7