ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા પંથક માં યવમે આશુરાની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. સત્ય કાજે પોતાના તથા પોતાના જાનિશારો ના પ્રાણ ની આહુતિ આપનાર હઝરત ઇમામ હુસૈન ર. અ. ની યાદ માં ટંકારીઆ ગામે આજરોજ ૧૦ મી મહોર્રમ એટલેકે યવમે આશુરા ની સવારમાં જ જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં વિશિષ્ઠ નફિલ નમાજ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા. મુસ્લિમ બિરાદરોએ નવાફીલ ની અદાયગી સાથે સાથે આશુરાની દુઆ, તથા વિશિષ્ઠ દુઆ ઓ માંગવામાં આવી હતી. અને ત્યાર બાદ ઝીકરો અસગાર તથા સલામ પેશ કરી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી. ગામના પાદરમાં તથા વિવિધ સ્થળોએ શરબતની શબીલ ની વ્યવસ્થા નવયુવાનો દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બિરાદરો એ ૯ તથા ૧૦ માહોરરમ ના રોઝા પણ રાખ્યા હતા.