ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સરપંચ ની ચૂંટણી એકદમ રસાકસી ભરી ચૂંટણીમાં આખરી મત ગણતરી ના અંતે આરીફ પટેલ નો ૬૨ મતે વિજય થયો હતો.
મતદાન ની શરૂઆત ની ગણતરીના તબક્કામાં મુસ્તુફા ખોડા આગળ નીકળ્યા હતા પરંતુ આખરી તબક્કાની ગણતરી થતા આરીફ પટેલ ૬૨ માટે થી વિજયી બન્યા હતા. આ ચૂંટણી માં આરીફ પટેલ ને ૧૬૧૭, ઇકબાલ કબીર ને ૧૩૪, ઇકબાલ ભરૂચીને ૧૨૭, ઝાકીર ઉમતાને ૧૧૪૪, મુસ્તુફા ખોડાને ૧૫૫૫ તથા નોટા ને ૪૭ મતો મળતા આરીફ પટેલ  ૬૨ જેટલા વોટ થી વિજયી નીવડ્યા હતા.

ભરૂચ તાલુકાની ૭૭૪૭ મતદારો ધરાવતી સૌથી મોટી પંચાયત ટંકારીઆ ના સરપંચ તથા ૪ વોર્ડ ના સભ્યો માટે નું મતદાન આજે યોજાયું હતું. સમગ્ર ગામનું મતદાન કુલ ૫૯.૬૮ % થયું હતું.
સૌથી બિરદાવવા લાયક કોઈ વાત હોય તો આટલા મોટા મતો ધરાવતી ટંકારીઆ ગામ પંચાયત નું મતદાન કોઈ પણ જાતના વાદ વિવાદ કે ટંટો ફસાદ વગર થયું હતું જે એક શિક્ષિત ગામ માજ શક્ય બને છે અને તે ટંકારીઆ ગામમાં હાલની પંચાયતની સામાન્ય ચૂંટણી માં બન્યું જે બાબતે ગામના મતદારો તથા ઉમેદવારો ધન્યવાદ ને પાત્ર છે. હવે હારજીત નો ફેંસલોઃ આવતા મંગળવારે જાહેર થશે.

મતદાન ની સંપૂર્ણ વિગત
વોર્ડ નંબર ૧ અને ૨ કુલ મત ૧૩૮૦ જેમાં મતદાન થયું ૭૬૮
વોર્ડ નંબર ૩ અને ૪ કુલ મત ૧૦૪૦ જેમાં મતદાન થયું ૫૫૯
વોર્ડ નંબર ૫ અને ૬ કુલ મત ૧૦૫૩ જેમાં મતદાન થયું ૭૧૦
વોર્ડ નંબર ૭ અને ૮ કુલ મત ૧૨૦૨ જેમાં મતદાન થયું ૬૫૯
વોર્ડ નંબર ૯ અને ૧૦ કુલ મત ૧૦૩૪ જેમાં મતદાન થયું ૬૩૨
વોર્ડ નંબર ૧૧ અને ૧૨ કુલ મત ૧૧૦૭ જેમાં મતદાન થયું ૭૦૦
વોર્ડ નંબર ૧૩ અને ૧૪ કુલ મત ૯૨૫ જેમાં મતદાન થયું ૫૯૬