1 6 7 8

આજ રોજ ટંકારીઆ ગામ માં શિફા જનરલ એન્ડ ડેન્ટલ ક્લિનિક નો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. ડો. સુહેલ અબ્દુલમજીદ અંભેરવાલા તથા ડો. અફઝલ અબ્દુલમજીદ અંભેરવાલા એ દાંત ની ક્લિનિક ચાલુ કરી છે જેમાં પેઢા ને લગતા તમામ રોગો ની સારવાર , નાના બાળકોના દાંત ના રોગોની સારવાર તથા વાંકા ચુકા દાંતો ની સારવાર કરવામાં આવશે. તદુપરાંત જનરલ ક્લિનિકમાં ડો. ફેમીદા અંભેરવાલા સેવાઓ આપશે જેમાં ચામડીના રોગો, સ્ત્રીરોગ ને લગતા તથા બાળરોગો ને લગતા રોગોની સારવાર કરવામાં આવશે. તથા મેડિકલ સ્ટોર પણ ચાલુ કરવામાં આવ્યો છે. 
આ ક્લીનીક નું ઉદ્ઘાટન જેબુનબેન અબ્દુલમજીદ અંભેરવાલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગામના લોકો આ ઉદ્ઘાટન માં પધારી દુઆઓ આપી હતી.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ સવારે ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ પ્રત્યે ની જાગૃતતા માટે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવા માટે આજરોજ ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગામમાં શેરીએ શેરીએ ફળીને ગ્રામજનો ને સફાઈ પ્રત્યે જાગૃતતા લાવવા સૂત્રોચ્ચારો કરી તથા શેરીઓમાં સફાઇને સંલગ્ન નાટકો યોજી લોકોને સફાઈ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ રેલીમાં સમગ્ર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા આચાર્ય ગુલામભાઇ પટેલ તથા શિક્ષકગણ પણ વિદ્યાર્થીઓ સાથે ફરીને સફાઈ અંગે માર્ગદર્શન પૂરું પડતા નજરે પડ્યા હતા.

1 6 7 8