અલહમદુલીલ્લાહ આજે સવારથી જ વરસાદ નું આગમન ગાજ વીજ સાથે થઇ ગયું છે. આકરી ગરમી પછી ટંકારીઆ અને સમગ્ર પંથકની સૂકી ધરાને ભીંજવીને તરબતર કરી દીધી છે જેના લીધે તાપમાન આંશિક રીતે નીચું થવા પામ્યું છે. માણસો ઉપરાંત ઢોર, ચરીન્દુ, પરીન્દુ પણ ગેલ માં આવી ગયું છે. બસ થોડા દિવસોમાં ધરતી લીલીછમ ઘાસ થી જાણે લીલી ચાદર ઓઢી હોય તેમ થઇ જશે. સર્વશક્તિમાન પરમ કૃપાળુ અલ્લાહ નો શુક્રે અહેસાન છે.
ટંકારીઆ તથા પંથકમાં ચોમાસા ના પ્રારંભ ની ઘડીઓ ગણાય રહી છે. વાદળો વરસાદી માહોલ પેદા કરી રહ્યા છે અને આજે સવારથી જ વાદળો ગોરંભાયા છે. સવારથી જ વાદળો વચ્ચે અંધારું થઇ ગયું છે. ગમે ત્યારે વરસાદ ખાબકી પડે એવો માહોલ સર્જાયો છે. જેને પગલે ખેડૂત વર્ગ ના મોઢા પાર સ્મિત ફરકી રહ્યું છે. ભયંકર ગરમી થી છુટકારો મળે એવી આશા બંધાઈ રહી છે. અલ્લાહ રહેમ નો વરસાદ વરસાવે એવી દુઆ.