India Time
My Tankaria TANKARIA WEATHER

Last week’s heavy downpour across Gujarat and Maharashtra has resulted in huge overflow of water in rivers and canals spilling on to main roads and interrupting normal life. Our Tankaria Gaam Panchayat Team was prepared way ahead of time and ensured that Sitpon Bhukhi  was cleaned before monsoon but heavy rain still filled many societies on outskirts of Tankaria.

 

Today, members of Tankaria Gaam Panchayat, Taluka Panchayat and District Panchayat got surrounding society Bombay Park accessible by digging trenches for water to flow out off. Big Thanks to all involved and our members in those governing bodies. Thank you.

જેની વર્ષોથી તમન્ના હતી કે ગામમાં મીઠું પાણી રેગ્યુલર મળે કે જેથી ગ્રામજનો ના આરોગ્ય ને પાણીજન્ય રોગો ના થાય અને નગરજનો ને શુદ્ધ અને મીઠું પાણી મળે. જે હેતુથી ટંકારીઆ નગરના સામાજિક કાર્યકરો જેવા કે ઇબ્રાહિમ મામા દાદુભીખા, અલ્તાફ ગાંડા, સિરાજ ઢબુ, મહમદ ઇપલી, ગુલામમાસ્ટર ઉમરજી ઇપલી, યાસીન શંભુ, અઝીઝ બશેરી, સલીમ ઉમતા, ઉસ્માન લાલન વિગેરેનાઓ એ તથા નામી અનામી ગ્રામજનો તરફથી આ મીઠા પાણી ને ગામમાં લાવવાનું બીડું ઝડપ્યું હતું. જે કામ આજરોજ પરિપૂર્ણ થઇ જતા તેનું વિધિવત ઉદ્ઘાટન સલીમ હાફેઝી વાંતરસાવાળા દ્વારા ફાતેહા ખવાની કરી કરવામાં આવતા ગ્રામજનોમાં ઉત્સાહ ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં ઘણા નામી અનામી લોકોએ તન, મન અને ધન થી પણ સહકાર આપ્યો હતો. જેમને આ થકી ટંકારીઆ નગરજનો વતી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવીએ છીએ. આ પાણી શનિવારથી ગામલોકોને વિસ્તરણ કરવામાં આવશે.

ધોધમાર વરસાદે ટંકારીઆ નું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું

આજરોજ ટંકારીઆ તથા સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ બપોરે ૩ વાગ્યાના સુમારે શરુ થઇ ગયો હતો. એટલો જોરદાર અને સ્પીડ થી પડતા આ વરસાદને પગલે જેની દહેશત હતી એવા ટંકારીઆ ના પાદરમાં સર્વત્ર પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં તથા પાદરમાં આવેલી દુકાનો માં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જેને પગલે આ દુકાનવાળા ઓ ને તાત્કાલિક દુકાનો ખાલી કરવાનો વારો આવ્યો હતો.તથા પાદર માં આવતો વાહન વ્યવહાર પણ ઠપ થઇ જવા પામ્યો હતો.આમ ધોધમાર વરસાદે સમગ્ર પંથક ને રગદોરી દીધું હતું. લોકો કુતુહલવશ પાદરમાં ભેગા થઇ વરસાદનો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા.

જ્જ્બ એ ઇશ્ક બતા વકત વો કૈસા હોગા
સામને જબ મેરે સરકાર કા રોઝા હોગા.

Assalamu alaykum warahmatullahe wabarkatuhu 

Inshallah I, MUSTAK AHMED SULEMAN DAULA will be leaving for Hajj on 22nd July 2018 with my wife.
 I would like to take this opportunity to apologise to everyone  that, I have ever hurt in any way, shape or form and I ask you to forgive me for any hurt caused by me,  knowingly or unknowingly.

Please make dua for us that our Hajj and the Hajj of others that are going is accepted, the Hajj of those that went before and the Hajj of those that will go in future is accepted.

હું મુસ્તાકઅહમદ સુલેમાન દૌલા તા. ૨૨ જુલાઈ ૨૦૧૮ ના રોજ મારી પત્ની સાથે હજ એ બૈતુલ્લાહ જવા રવાના થવાના છે. ઇન્શા અલ્લાહ.
તો આ થકી હું આપની પાસે માફી નો તલબગાર છું. તેમનો કે જેમને મારાથી કોઈ પણ પ્રકારની જાણતા તથા અજાણતા તકલીફ થઇ હોય, કઈ બોલાઈ ગયું હોય, કઈ ભૂલ થઇ ગઈ હોય, તો આપ મને માફ કરી આપશો. અને મારા માટે તંદુરસ્તી અને આઁફિયત સાથે હજ ની અદાયગી કરું તેવી દુઆએ કરશો.
અમારા માટે તથા આ વર્ષે હજ ની અદાયગી કરનાર તમામ હુંજ્જાજ તથા જેમને આ પહેલા હજ કરી હોય તેમની તથા ભવિષ્યમાં જેઓ હજ કરશે તેમની હજ અલ્લાહ તઆલા કબૂલ મકબુલ ફરમાવે એવી દુઆઓ બારગાહે રબ્બુલ ઇઝ્ઝત માં ગુજારશો. અલ્લાહ તેના પ્યારા હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકા માં તમામ મોમીનો ને હજ નશીબ કરે. 

આમીન.

Top