શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા જરૂરતમંદોને અનાજ વિતરણ કરાયું
હાલ માં નવું કાર્યયત થયેલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા ટંકારીઆ ગામના જરૂરતમંદો ને અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું. એક સખીદાતા તરફથી આ ટ્રસ્ટને આર્થિક સહાય કરી ગામના જરૂરતમંદો ને તેલનો ડબ્બો, ચોખા જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ નો મુખ્ય ઉદ્દેશ ટંકારીઆ ગામના ગરીબ અને જરૂરતમંદોને વિવિધ રૂપે મદદ કરવાનો હોય અલ્લાહ પાસે આ ટ્રસ્ટ ની કામિયાબીની દુઆ કરવી જ રહી.