Month: September 2018
ટંકારીઆ માં બંધારણીય અધિકારોની જાણકારી તેમજ જાગૃતિ માટે નો સેમિનાર યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ કુરાન વલ હદીષ ના માધ્યમથી એસોસીએસન ફોર પ્રોટેકશન ઓફ સિવિલ રાઈટ ના નેજા હેઠળ જન જાગૃતિ અભિયાન અંતર્ગત બંધારણીય અધિકારોની જાણકારી તેમજ જાગૃતિ માટે નો સેમિનાર યોજાયો હતો.
આપણા લોકતાંત્રિક દેશમાં મુસ્લિમ સમાજ પોતાના મૂળભૂત અધિકારોથી એટલા માટે વંચિત રહે છે કે તેમની પાસે બંધારણીય અધિકારોની જાણકારી હોતી નથી. જેના પરિણામ સ્વરૂપે આજે સમાજ અને વ્યક્તિનો વિકાશ રૂંધાઇ જવા જેવી પરિસ્થિતિઓ ઉભી થઇ છે. તેમજ ભારત દેશના તમામ નાગરિકોને પોતાના મૂળભૂત અધિકારોની જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે જે અંતર્ગત ટંકારીઆ દારુલ કુરાન વલ હદીષના પટાંગણ માં અનુભવી એડવોકેટ અને લીગલ એક્ટિવિસ્ટ ની ટીમ કે જે જનજાગૃતિ અભિયાન નિશ્વાર્થ ભાવે એસોસીએસન ફોર પ્રોટેકશન ઓફ સિવિલ રાઈટ ના નેજા હેઠળ આજે આવી હતી અને તેમને હાજરજનો ને આપણા લોકતાંત્રિક દેશમાં બંધારણીય મૂળભૂત અધિકારો વિષે વિસ્ત્રુત સમજ આપી હતી. કે જે વર્તમાન પરિસ્થિતિમાં સમાજ ના નિર્માણ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ અભિયાન છે.
આ સેમિનારમાં લીગલ એડવોકેટ અને એક્ટિવિસ્ટો હાજર રહી માર્ગદર્શન આપતા હતા. અંતમાં દુઆઓ સાથે સેમિનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં ગામ તથા પરગામ ના લોકો હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. અંત માં દારુલ કુરાન વલ હદીસ ના મોહતમીમ મૌલાના સિરાજ અહેમદ ફલાહી સાહેબે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
Jikre Shohada e Qarbala
જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆ માં ઇસ્લામિક મહોર્રમ માસના પ્રથમ ચાંદ થી શોહદાએ કરબલા ની શાન માં બયાનો નો દૌર ચાલુ છે. અકીદતમંદો ઈશાની નમાજ બાદ આ બાયનોમાં હાજરી આપી ફૈઝીયાબ થાય છે. જેની ઝલક નીચેના ફોટા ઓ માં જોવા મળે છે.
Program to Educate “Your Rights” Under Constitution…
Darul- Quran of Tankaria has organized a program on 16th of September to educate citizens about their rights under Indian constitution.
Great News For Gujarati Community in Chicago…
We are excited to inform our Gujarati community of Chicago that legend of Gujarati literature and our very own Adam Saheb Tankarvi will be visiting Chicago in coming weeks. During his stay, a Mushayra program will be held along with other famous poets from Gujarati literature. We will keep you updated with more details as soon as its available. Please stay tuned.