ટંકારીઆ માં ઈદ એ મિલાદ ની ધામધૂમથી ઉજવણી કરાઈ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે ઈદ એ મિલાદ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે મળસ્કા ના પહોરથી મસ્જિદોમાં ગામલોકો ભેગા થઇ સલામ પઢવામાં આવી હતી અને ત્યાર બાદ પાટણવાળા બાવા સાહેબના મકાન થી ઈદ એ મિલાદ નું ઝૂલૂષ નાત શરીફ અને સલાતો સલામ પઢતા પઢતા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે નગરના મુખ્ય માર્ગો પર થી પસાર થઇ બજાર થઇ શેરી એ શેરી એ ફરી જમા મસ્જિદ માં સંપન્ન થયું હતું. આ દરમ્યાન ટંકારીઆ નગર નું વાતાવરણ સરકાર કી આમદ મરહબા દિલદારકી આમદ મરહબા ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ગામના અકીદારમંદો એ જામા મસ્જિદ માં હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના પવિત્ર મુએ મુબારકની જિયારત કરી ફૈઝયાબ થયા હતા. ઈદ એ મિલાદ પર્વ નિમિતે ટંકારીઆ કસ્બા ની મસ્જિદો, દરગાહો, તેમજ મહોલ્લાઓ અને મકાનોને રંગબેરંગી રોશનીથી ઝગમગ કર્યા હતા. ઈદ એ મિલાદ પર્વ નિમિતે મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.