ભરૂચ તાલુકાના દયાદરા ગામ ના દારુલ ઉલુમ માં હાફિઝ ક્લાસ ના તાલિબે ઇલ્મો ને દારુલ ઉલુમ પાસેની માનવરહિત ફાટક પાસે અકસ્માત નડતા ૫ હાંફીઝો અલ્લાહ ની રહેમત માં પહોંચી ગયાના દુઃખદ સમાચારો પ્રાપ્ત થતા દયાદરા સહીત મુસ્લિમ ગામોમાં શોક ફેલાઈ જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ રાત્રે ઉમરાજ ગામે દીની કાર્યક્રમ માં ભાગ લઇ ઈકો ગાડીમાં પરત ફરી રહેલા કુલ ૧૧ તાલિબે ઇલ્મો ને દારુલ ઉલુમ દયાદરા નજીક માંજ માનવરહિત ફાટક પાસે કોઈ અગમ્ય કારણો સર ઈકો ગાડી રેલ્વેના પાટા પરજ બંધ થઇ ગઈ હતી તે દરમ્યાન પુરઝડપે દોડી આવતી રેલવે ટ્રેનની ટક્કર વાગતા તમામ તાલિબે ઇલ્મો ગંભીર રીતે ઘવાયા હતા. જેમને તાત્કાલિક ભરૂચ હોસ્પિટલો માં લઇ જવાતા ૫ હાંફીઝો સારવાર દરમ્યાન અલ્લાહની રહેમત માં પહોંચી ગયા છે. ઇનના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. અલ્લાહતઆલા તમામ ને જન્નતુલફીરદોશ અતા ફરમાવે અને એમના કુટુંબીઓનો સબ્રેજમીલ અતા ફરમાવે..આમીન…. એક રીવાયતમાં છે કે તાલીબેઈલ્મ ઈલ્મ હાશીલ કરતા કરતા અલ્લાહની રહમતમાં પહોંચી જાય એનો મરતબો ઘણોજ ઉચોં છે અલ્લાહ એ મરતબો મર્હૂમોને આપે. આમીન .. આ દર્દનાક હાદસામાં જે લોકો મદદરૂપ થયા જેમકે વેલફેર હોસ્પીટલ, હીલીંગટચ હોસ્પીટલ, સીવીલ હોસ્પીટલ ના ડોકટર અને તમામ સ્ટાફ અને પદાધિકારી, સમાજના સામાજીક કાર્યકર અને આગેવાનો એ માનવતાના આ કામમાં ખડેપગે સેવા બજાવી તે બદલ સમગ્ર વ્હોરા પટેલ સમાજ તરફથી આભાર માની એમની આ ખીદમતનો બદલો અલ્લાહ બન્ને જહાનમાં આપે એવી દુઆ છે આમીન….
મરનાર તાલિબે ઇલ્મોના નામ
૧. મોહમ્મદશફીક સુલેમાન મુસા કોદરઃ મછાસરા તા.આમોદ
૨. મોહમ્મદ અમાન અબ્દુલહક ચોંકવાળા – મલાડ મુંબઈ
૩. મોહમ્મદસાહિલ અય્યુબ મલેક – ડાભા તાલુકા જંબુસર
૪. મલેક ગુલામસાબીર મોહમ્મદસાદિક – દહેગામ તાલુકા જંબુસર
૫. પટેલ શાહનવાઝ નઝીર સૂબા – હિંગલ્લા તાલુકા ભરૂચ