1 3 4 5 6 7 14

હજ નો પ્રેક્ટિકલી ટ્રેનિંગ કેમ્પ નું આયોજન ૩૦ જૂન ના રોજ ટંકારીઆ માં થશે. ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર હુજ્જજો માટે પ્રેક્ટિકલી ટ્રેનિંગ કેમ્પનું આયોજન દારુલ ઉલુમ અશરફીયા મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ દ્વારા તારીખ ૩૦ મી જૂન ના રવિવારના રોજ સવારે ૯ કલાકે મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં હજ ના તમામ અરકાનો ની પ્રેક્ટિકલી સમજણ અનુભવી હુજ્જજો દ્વારા આપવામાં આવશે. તો ચાલુ વર્ષે હજ માં જનાર હુજ્જજ ભાઈ બહેનો હાજરી આપી હજ ના તમામ અરકાનોની સવિસ્તાર માહિતી મેળવવા વિનંતી છે. એમ દારુલ ઉલુમ ના ટ્રસ્ટીઓ એક યાદીમાં જણાવે છે. સદર કેમ્પ ની પુર્ણાહુતી થયા બાદ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

1 3 4 5 6 7 14