.ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમ નિમિતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ ના ઉપક્રમે નાત શરીફનો પ્રોગ્રામ ગતરોઝ બાદ નમાજે ઈશા મોટા પાદર ના વિશાળ પટાંગણમાં યોજાયો હતો. જેમાં બોરસદના મશહૂર નાતખ્વાન ઓએ નાતશરીફ પેશ કરી હતી. નાત સાંભરવામાટે મોટી સંખ્યામાં આશીકોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.

૨૧ દિવસના દિવાળી વેકેશનના વિરામ બાદ ટંકારીઆ અને પંથકની સરકારી અને ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલ અને શૈક્ષણિક પ્રવુત્તિઓથી ધમધમી ઉઠી છે. બીજું સત્ર શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવુત્તિઓથી વ્યસ્ત રહેશે. કેમકે પહેલા સત્રની તુલનામાં ધાર્મિક તહેવારોની રજાઓ પ્રમાણમાં ઓછી રહે છે. ૧૪ મી નવેમ્બરથી શરુ થયેલ બીજું સત્ર ૩જી મે ૨૦૨૦ સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ ૪ જી મે થી સમર વેકેશન નો પ્રારંભ થશે જે ૭ મી જૂન સુધી રહેશે.