ટંકારીઆ ના મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] માં ખેલાડીઓ માટે બનાવેલ નવનિર્મિત ચેંજિંગ રૂમ નું વિધિવત ઉદ્ઘાટન આજરોજ વિદેશ થી પધારેલા એન.આર.આઈ. ભાઈઓના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. આ ચેંજિંગ રૂમ ક્રિકેટ રમવા આવતા ખેલાડીઓ માટે સુવિધાના ભાગ રૂપે બનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે વિદેશ થી પધારેલા ડો. આદમ સાહેબ ઘોડીવાળા, શફીક પટેલ, ભીખાભાઇ ધોરીવાળા, અય્યુબભાઇ મીયાંજી, ઇકબાલ ધોરીવાળા, ઇલ્યાસ નગીયા, બાબુભાઇ ઘોડીવાળા, હબીબ ભુતા અય્યુબભાઇ ભાલોડાં તેમજ પાર્થ ચોક્સી કે જે સોલાર પેનલ ડિસ્ટ્રીબ્યુટર ભરૂચ ના માલિક છે તેમજ ગામના નેતાગણ મકબુલ અભલી, અબ્દુલમામા ટેલર, આરીફ પટેલ, લાલન ઉસ્માન, ઝાકીર ઉમતા તથા સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ ના સંચાલકો અને ગામના તથા પરગામના ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
આ સમારંભ દરમ્યાન ચેંજિંગ રૂમ ની છત પર બનાવેલ ગેલવેનાઈઝ પતરાનો શેડ કે જેનો આશરે ખર્ચ ૯૦૦૦૦ રૂપિયા જેટલો થાય છે તે ખર્ચ માં રૂપિયા ૫૦૦૦૦ પાર્થ ચોક્સીએ દાન કરેલ છે તેમજ આપણા ગામના સલીમભાઇ વરુએ તથા ઇલ્યાસ નગીયા [યુ.કે] એ રૂપિયા ૩૫૦૦૦ જેવી રકમ પણ આ શેડ માટે દાન કરી છે. તદુપરાંત ચેંજિંગ રૂમના ઉપલા માળે લોખંડની ગ્રીલો તથા લોખંડનો દરવાજો તથા ધાબાની ટાઇલ્સ તથા દાદર ના ફેન્સીંગ ના ટપ્પા વિગેરે બનાવવા માટે ઇંગ્લેન્ડ થી પધારેલા ભીખાભાઈ ધોરીવાલાએ સમગ્ર ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. અને કન્યાશાળા ટંકારીઆ ની બાજુમાં પાર્કિંગ વૉલ બનાવવાનો ખર્ચ યુ.કે. થી પધારેલા શફીકભાઈ પટેલે દાન કરવાની જાહેરાત કરી હતી.
સમગ્ર સમારંભ નું સંચાલન આપણા ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથીએ કરી સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ વતી દાનવીરોનો આભાર વ્યક્ત કર્યો હતો.