ટંકારીઆ માં ડેપ્યુટી સરપંચ, સરપંચ ના હોદ્દા પર આરૂઢ થયા
ગામ પંચાયત ટંકારીઆ ના સરપંચ તરીકેનો તમામ કાર્યભાર ભરૂચ તાલુકા વિકાસ અધિકારીએ ડેપ્યુટી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માનભાઈ લાલન ને સુપ્રત કરવામાં આવ્યો હતો. જેનો અમલ આજરોજ તારીખ ૨૧/૧/૨૦૨૦ થી કરવાનો હુકમ થતા હાલમાં સરપંચ તરીકેનો તમામ ચાર્જ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માનભાઈ લાલને સંભાળતા ગામલોકોએ તેમનું પુષ્પહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.