ઘણા સમયથી પડતર રહેલ પારખેત રોડ સલીમ રેથડા ના ઘરેથી પીર યુસુફ દરગાહને જોડતો માર્ગ કે જે અત્યાર સુધી મેટલ નો હતો અને દરગાહ તરફ આવતા જતા લોકોને કષ્ટદાયક હતો અને વળી ચોમાસા માંતો આ રસ્તે જવું અત્યંત વિકટ હતું તે રસ્તાનું આર.સી.સી. નું કામ ગતરોજ સંપૂર્ણ થઇ ગયું છે એટલે તે તરફ વસવાટ કરતા લોકોએ હાલના સરપંચ તરીકે આરુદ્ધ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન નો તથા તે તરફના વોર્ડ સભ્ય શ્રીમતી રિઝવાના મુબારક ધોરીવાળાનો આભાર વ્યક્ત કર્યો છે.
Hajiyani Aayeshaben Ismail Bokha [Mother of Usmangani / Mustufa Hafezi / Mohyuddin] passes away at Venda [Soth Africa] May ALLAH [SWT] grant her a place in Jannatul firdaush. Ameen.
પોલીસ મહાનિર્દેશક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ ભરૂચ જિલ્લામાં આગામી રથયાત્રાના તહેવારને ને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ગેરકાયદેસર પ્રવુત્તિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ આદેશ અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ઝાલા નાઓએ તાબાના અધિકારી / પોલીસ માણસોને આગામી રથયાત્રા ના તહેવાર અનુસંધાને શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ગેરકાયદેસર પ્રવુત્તિઓ પર બાજ નઝર રાખી રહ્યા હતા તે દરમ્યાન બાતમીના આધારે પાલેજ પોલીસ સ્ટેશનના ટંકારીઆ ગામે ગ્રીનપાર્ક સોસાયટીના અવાવરું બંધ મકાનમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે પાલેજ પોલીસ સ્ટે. માં સોંપવામાં આવેલ છે. ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બનાવટના કુલ ૭૬ બોક્સમાં નાની મોટી કુલ બોટલ નંગ ૧૮૭૪ જેની કિંમત આશરે રૂપિયા ૩,૬૦,૨૦૦/- જેટલી થાય છે. જ્યારે આરોપી વોન્ટેડ જાહેર કરાયા હતા. સદર દારૂના ગુનામાં અનવર વલી ચવડા રહે. ટંકારિયા તા. જિ. ભરૂચના વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ પાલેજ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો…
અહેવાલ : મુસ્તાક દૌલા : પ્રેસ રિપોર્ટર ગુજરાત ટુડે [દૈનિક]