1 2 3 6

HAJI DAUD [KNOWN AS RUSTAMBHAI] AHMED GODARMUNSHI [FATHER OF ZAKIR / SOYEB / ZABIR MUNSHI {R.S.A.}] PASSED AWAY………..INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH [SWT] GRANT HIM SUPERIOR PLACE IN JANNATUL FIRDAUSH. ALLAH [SWT] PROVIDE SABR E JAMIL TO HIS ENTIRE FAMILY.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ૧૪ માં નાણાપંચ યોજનાની ગામપંચાયત ની ગ્રાન્ટમાંથી ૩૮ લાખ રૂપિયાના ગામના વિકાસના કામોની વહીવટી મંજૂરી લઈને ગામના કામો કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માન લાલન તથા વોર્ડના સભ્યો દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જે કામો પૈકી બચુની ઘંટી થી લઈને સાદિક રખડા ના ઘર સુધી કલરીંગ પેવિંગ બ્લોક નું કામ, યુસુફ વૈરાગીના ફળિયામાં ગટર અને બ્લોકનું કામ તેમજ આદિવાસી સમશાનમાં પેવર બ્લોક નું કામ. તથા માજી સરપંચ રુસ્તમભાઇ લાલન ના ફળિયાના ચોકમાં પેવર બ્લોકનું કામ તથા માસ્ટર પાર્ક માં પેવર બ્લોક નું કામ તથા માટલીના ઘર પાસેથી આર.સી.સી. રસ્તાનું કામ જેવા કામો મંજુર કરી ચાલુ કરવામાં આવ્યા છે. તદુપરાંત આગામી દિવસોમાં ગામ ના દરેક મહોલ્લામાં ગટર તથા રસ્તાનું કામ પણ કરવામાં આવશે.
બીજું કે ગામના ભાઈ બહેનોને તેમજ પરદેશમાં રહેતા મારા ભાઈ બહેનો ને જણાવવાનું કે ટૂંક સમયમાં ટંકારીયા ગામ મુકામે બધા લોકો માટે કોરોના ની બીમારી ના ઈલાજ ના એક ભાગરૂપે ટંકારીયા ગામ મુકામે કોવિડ કેર સેન્ટર ની સ્થાપના ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે જેમાં ૪૦ બેડની સુવિધા ઓક્સિજન ના બોટલ સાથે રહેશે …ડોક્ટર ની એક સારી ટીમ સ્ટાફ સાથે તૈયાર કરવામાં આવશે તેમજ બીજી નાની મોટી બિમારીઓ માટે અલગથી વ્યવસ્થા કરી ચેકઅપ કરી પ્રાથમિક જરૂરી ઈમરજન્સી સેવાઓ દવાઓ વગેરે પુરી પાડવામાં આવશે.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આગામી બકરીઈદ ના તહેવાર નિમિતે શાંતિ સમિતિની બેઠક પંચાયત ભવનમાં પાલેજના પી.એસ.આઈ. બી. પી. રજ્યા સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસની મહામારી વચ્ચે આગામી ઈદનો પર્વ ની ઉજવણી સરકારી માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ મોઢા પર માસ્ક, તેમજ સોસીઅલ ડિસ્ટન્સ તેમજ અન્ય નિયમો ના પાલન સાથે ઈદનો તહેવાર ઉજવવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમને ઈદ નું પર્વ કોમી એખલાસ, સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા પર ધ્યાન ના આપી પોલીસ તંત્ર ને સહકાર આપવાની અપીલ કરી હતી. તથા દરેકે કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરી હતી.
આ બેઠકમાં કાર્યકારી સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન તથા ગામ પંચાયતના તલાટી નરેન્દ્રભાઈ વસાવા તથા ગામના આગેવાનો અને ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આપણા ગામની પડોસમાં આવેલ મુસલમાનો ની અલ્પસંખ્યા ધરાવતું અડોલ ગામની મસ્જિદમાં આપણા ગામના અય્યુબ મુસા ઘોઘા દ્વારા મર્હુમ હાજી મુસા મુસા મોહમ્મદ ઘોઘા તથા મોહમ્મદ ઇબ્રાહિમ ઘોઘાના ઇસાલે સવાબ અર્થે નમાજ ના ટાઈમટેબલ સાથેનું ઘડિયાળ વકફ કરવામાં આવ્યું હતું.

1 2 3 6