ટંકારીયા ગામ નો અવિરત વિકાસ
આજરોજ ટંકારીયા ગામે મોહસીન સાહેબ મઠીયા ના ઘરેથી હlજી મુસ્તાકભાઈ નાથલીયા ઘર સુધી બિલાલ ભાઈ વાળા ફળિયામાં કલરિંગ બ્લોકનું કામ ચાલુ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ટંકારીયા ગામના સરપંચ શ્રી મુમતાજ બહેન ઉસ્માન લાલન તથા રોશન બહેન યુસુફ વેરાગી( ભરૂચ જિલ્લા નારી સુરક્ષા મંડળના હોદ્દેદારો) ના હાથે નાળિયેર ફોડી કલર બ્લોકનું કામ શરૂ કરવામાં આવેલ છે જેને લઇને આ ફળિયા ના લોકોમાં ખુશાલી વ્યાપી જતા બિલાલ ગ્રુપ વતી પેંડા તથા મીઠાઈ થી જમા થયેલા લોકોનું મોં મીઠું કરાવવામાં આવેલ હતું….
આ સાથે ટંકારીયા ગામ માં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ના સૂત્રો મુજબ હાલમાં બોડા મજીદ ના ઘર પાસેથી c.c. રોડનું કામ ચાલુ છે… મોટા ફળિયામાં કલર બ્લોકનું કામ ચાલુ છે… ભુટા ફળિયામાં કલર પેવર બ્લોકનું કામ તથા ભુતા કમ્પાઉન્ડમાં ગટરનું કામ તથા અડોલ રોડ માસ્તર કોલોની માં ગટર લાઇનનું કામ તથા બાજી ભાઈ
લખા ના ઘર પાસે તથા યાસીનભાઈ શંભુ ના ફરિયામાં તથા સુથાર સ્ટ્રીટમાં ગટર તથા બ્લોકનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.. Tankaria ગામના સરપંચ શ્રી મુમતાજ બહેન ની સીધી નિગરાની માં આ બધા કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમજ સરપંચ શ્રી મમતાજ બહેને કામ કરનારાઓને જણાવેલ છે કે મારા ગામના વિકાસના કામો ગામ લોકોની સુખાકારી માટે સુંદર તથા મજબૂત કરવામાં આવે તથા એસ્ટીમેન્ટ ના માપો મુજબ કામો કરી વર્ક ઓર્ડરના નિયમોનું પાલન કરવા બાબતે કડક સુચના આપેલ છે. આ પ્રસંગે ખાતમુરત માં આવવા માટે કોંગ્રેસના આગેવાન તાલુકા કોંગ્રેસના મહામંત્રી શ્રી ઇનાયત ભાઇ લારયા .. આદિવાસી સમાજ ના નેતા અને આદીવાસી સમાજના સમશાન ના પ્રમુખશ્રી છોટુભાઈ વસાવા …તથા આપ પાર્ટીના ભરૂચ તાલુકા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ યાકુબ મુનશી ઉર્ફે જનગાડીયા તથા રોશન બહેન ને આમંત્રણ આપેલું અને તેઓ અમારા આમંત્રણને માન આપી સમયસર હાજરી આપી. એ બદલ અમે દિલથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ
તેમજ આ શુભ પ્રસંગમાં ટંકારીયા ગામ પંચાયતના સભ્યશ્રી ઓ હોદ્દેદારો રીઝવાના બહેન મુબારક
ઘોરીવાલા… સભ્યશ્રી સલીમભાઈ ઉમતા ….સભ્ય શ્રી ડાહ્યાભાઈ… તથા ગામના આગેવાનો માં ઉસ્માનભાઈ આદમ લાલન…. ઈકબાલભાઈ સાપા ….મુબારક ઘોરીવાલા ….યાસીનભાઈ શંભુ…. સિરાજ ભાઈ ઢબુ …બિલાલ ભાઈ… યુસુફભાઈ…. તથા ઇરફાનભાઇ લાલન …લતીફ ભાઈ ધીલીયા ….માજી D.સરપંચ અલ્તાફભાઈ ગાડા ….માજી સભ્યશ્રી મુસ્તાકભાઈ લખા ( બાજી ભાઈ )…. યાકુબભાઈ baseri … સાદીકભાઈ લાલન …બાબુ હાફેજી ભા…. જાવેદભાઈ લાલન ….જયરામ ભાઈ વસાવા ….અશફાક ભાઇ મોરલી…. મુસ્તફા ભાઈ ….nri મર્હુમ રુસ્તમ ભાઈ ના છોકરા …..અજ્જુ ઈકબાલ નાથલીયા ….ચપટી ગુલામ માસ્ટર…. મોહસીન સાહેબ …નજીર મઢી…. તથા ફળિયાની મારી માં બહેનો હાજર રહેલા હતા
આ બદલ દિલથી હું બધાનો આભાર વ્યક્ત કરું છું . તથા ગામના બીજા એરિયાના જે કામો બાકી પડેલ છે તેવા તમામ કામો ને હવે પછી વહેલી તકે આવરી લેવામાં આવશે.. તેમજ હું મારા ગામના તમામ ભાઈ બહેનોને તેમજ મારા વડીલોને વચન આપું છું કે આવતા દિવસોમાં ગામના ખૂણેખૂણામાં આખા ગામ મા ગટર તથા રસ્તાનું કામ કરી દેવામાં આવશે.. દુઆમાં યાદ
લી ..સરપંચ શ્રી મુમતાજ બહેન ઉસ્માન લાલન ..
ટંકારીયા