ટંકારીઆ નું ગૌરવ
ગુજરાત રાજ્યના “બેસ્ટ શિક્ષક ૨૦૨૦ પારિતોષિક” વિતરણ સમારંભ આજરોજ નર્મદા હોલ, સ્વામિનારાયણ સંકુલ, સચિવાલય-૧, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આપણા ટંકારીઆ ગામના સુડી તાલુકા આમોદ ની પ્રાથમિક શાળાના શિક્ષક મહમદરફીક ઇબ્રાહિમ અભલી ની બેસ્ટ શિક્ષક ૨૦૨૦ તરીકે વરણી થઇ હતી. તેઓને પણ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. આ પારિતોષિક વિતરણ સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્ત, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભંવરીબેન દવે, રાજ્યના શિક્ષણ સચિવ સચિવ ડો. વિનોદ રાવ, અગ્ર સચિવ અંજુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
Tankaria’s Pride
Gujarat State’s “Best Teacher 2020 Award” Distribution Ceremony was held today at Narmada Hall, Swaminarayan Sankul, Sachivalaya-1, Gandhinagar. In which MohmedRafik Ibrahim Abhli, a primary school teacher of Sudi, Taluka Amod, of our Tankaria village who was selected as the best teacher of 2020 was also awarded prizes. The award ceremony was attended by the Governor of Gujarat Shri Acharya Devdutt, Chief Minister Shri Vijay Rupani, Education Minister Bhupendrasinh Chudasama, Minister of State for Education Vibhanvariben Dave, Secretary of State for Education Dr Vinod Rao, and Front Secretary Anju Sharma.