Death news from South Africa
BASIR ABDULLAH GODAR [NEPHEW OF HASANMASTER GODAR] PASSED AWAY AT SOUTH AFRICA. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.
મારા ટંકારીયાગામ ના એક ખુશમિજાજ, મિલનસાર,અને હજારો લોકો ને પોતાની આગવી કલા થી હસાવી-હસાવી દુખ-દર્દ અને ગમ ભુલાવનાર હનીફ દોલા ને અમો ક્યારેય
નહીં ભૂલી શકીએ.. ગામનો હોય કે પરગામનો હોય એ પછી વયોવૃદ્ધ હોય, આધેડ હોય, નવયુવાન હોય કે નાની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હોય “મિત્ર” થીજ સંબોધિત કરનાર હનીફ દૌલાને હાઈસ્કૂલ કાળ થી જ કવ્વાલી અને મિમિક્રી ના કાર્યક્રમ થકી લોકપ્રિયતા મેળવી અને સમય
જતાં શાદી-ખુશી ના પ્રસંગોમાં તેમજ વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ પ્રોગ્રામ માટે હનીફ ને આમંત્રણ મળતાં થયાં, દરેક પોલિટિકલ પાર્ટીઓ સાથે ઘરોબો ધરાવનાર તેમજ પોતાની આગવી અદા થી ગામ – પરગામ માં પણ નામના મેળવી સૌ કોઇ ને હસાવનાર હનીફ ભાઈ એ આજે અચાનક દુનિયા થી વિદાય લઈ કાર્યક્રમ ઉપર હંમેશા માટે પડદો પાડી દીધો… આહ……….. જગ કો હસાનેવાલેકી વસમી વિદાઈ……..
અલ્લાહ ઝલ્લેઝલાલહુ મરહુમ ની મગફિરત ફરમાવી ને જન્નતમાં જગા આતા કરે..!..#આમીન.
આપણા ટંકારીઆ ગામના ડોક્ટર સોયેબ દાઉદમાસ્ટર દેગ નું કોરોના ની મહામારીમાં નિર્ભયતાથી કરેલી સેવાને બિરદાવવા માટે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું. ડોક્ટર સોયેબ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પોતાના પાલેજ ખાતેના ક્લિનિકમાં વ્યવસ્થા ઉપરાંત વલણ હોસ્પિટલમા પણ સેવા આપી રહ્યા છે.