શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા જરૂરતમંદોને ગરમ ધાબળા નું વિતરણ કરાયું
શિયાળાની ઠંડી નો ચમકારો દિવસે દિવસે વધતો જાય છે માલેતુજારો અને સક્ષમ લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેના ઉપાયો કરતા હોય છે પરંતુ ગરીબ તબક્કો ગરમ ધાબળા અને ઠંડીથી રક્ષણ મેળવવા માટેના સાધનો લાવવામાં અક્ષમ હોય છે જેને ધ્યાનમાં રાખી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા ૫૦ નંગ ગરમ ધાબળા નું મફતમાં વિતરણ જરૂરિયાતમંદોને કરવા આવ્યું હતું. ટ્રસ્ટના કાર્યકર્તાઓ જણાવે છે કે હજુ પણ વધુ જરૂરિયાતોને ગરમ ધાબળા પહોંચાડવા માટે દાનવીરોને દાન કરવાની અપીલ કરે છે. તેમજ અત્રે યાદ અપાવવું જરૂરી છે કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા સંચાલિત મદની શિફાખાના ના નામે રાહતદરનું દવાખાનું પણ કાર્યરત કરેલું છે. જેમાં ફક્ત ૨૦ રૂપિયાની નજીવી ફી લઈને સારવાર સાથે જરૂરી દવાઓ પણ આપે છે તો આ ઉમદા કાર્ય ને આગળ ધપાવવા માટે દાનવીરો તરફથી દાનની ખાસ જરૂરત હોય દાનવીરોને દાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. અલ્લાહ તબારક વ તઆલા આ ટ્રસ્ટ ને દિન દુગુની રાત ચોગુની તરક્કી અતા ફરમાવી દીનદુઃખીયાઓની મદદ કરવાની બેહતર શક્તિ પ્રદાન કરે એજ દુઆ.