૧૪ માં નાણાપંચ અને ધારાસભ્ય અરૂણસિંહ રણા ની ગ્રાન્ટમાંથી ૩૫ લાખના માતબર ખર્ચે સમગ્ર સુથાર સ્ટ્રીટ માં અન્ડરગ્રાઉન્ડ ગટર અને બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું હતું જે લગભગ પરિપૂર્ણ થઇ જતા આજે રીબીન કાપી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન સમારોહ માં તત્કાલીન સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન તથા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુથાર સ્ટ્રીટના નાગરિકો એ આ પ્રસંગે સરપંચ મુમતાઝબેનનો તથા પંચાયત નો આભાર વ્યક્ત કર્યો હતો.

HAJI YAKUBMASTER AADAM SAPA PASSED AWAY AT MUMTAZPARK BHARUCH. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT BHARUCH KABRASTAN AT 10PM TODAY. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં કોરોના યોદ્ધા બની દિવસરાત પોતાના સ્વાસ્થ્ય ની લગીરે ચિંતા કર્યાં વગર ઇન્સાનિયતની સેવા માટે ખડે પગે રહી કોરોના દર્દીઓની સારવાર કરી તેમને સ્વસ્થ કરી પોતાના પરિવારો પાસે હેમખેમ પહોચાંડી માનવતાનું સેવા કર્યું તે બદલ “ઇખર કોવિદ કેર સેન્ટર’ ના મેનેજમેન્ટ કમિટી દ્વારા તમામ મેડિકલ સ્ટાફ નું સન્માન કર્યું હતું. જેમાં આપણા ગામના પણ ઘણા બધા યોદ્ધોએ સેવા બજાવી હતી જેમાં મુખ્યત્વે મેડિકલ ઓફિસર તરીકે ડો. ઉમમેહાની ઉસ્માન લાલન ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટંકારીઆ ગામના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજથીસ્પોર્ટ્સ ક્લબ સંચાલિત વિન્ટર ગ્રામ્ય નોકઆઉટ ટુર્નામેન્ટ નો ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે. આજના આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોટા મહાનુભાવોની હાજરી ઉડીને આંખે વળગી હતી.
ઉદ્ઘાટન સમારંભની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ની સવિસ્તાર માહિતી આપી અને હવે પછી ભવિષ્ય માં મેદાનના કયા કામો ને પ્રાધાન્ય આપવાનું છે તેનો ચિતાર રજુ કર્યો હતો. અને ત્યાર બાદ ક્લબના સંચાલક ઝાકીર ઉમતાએ પોતાના ટૂંકા વ્યક્તવ્ય માં ગ્રાઉન્ડ ના વિકાસના કામોની લિસ્ટ રજુ કરી હતી. અને ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલા ખાલીદભાઈ ફાંસીવાળાએ પોતાના વક્તવ્યમાં ગ્રાઉન્ડના વિકાસના કામોમાં યથાશક્તિ થી મદદ કરવાની બાહેંધરી આપી હતી. અને ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે પ્રોગ્રામની સમાપનવિધિ થઇ હતી.
આ પ્રસંગે ગામ અને પરગામના અતિથિવિશેષો તથા ક્રિકેટ પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જેમાં મુખ્યત્વે ખાલીદભાઈ ફાંસીવાળા, કોંગ્રેસ અગ્રણી સુલેમાનભાઈ પટેલ જોળવાવાળા, મિન્હાઝ ડેરોલવાળા, મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહમાંમાં ટેલર, સઈદસાહેબ બાપુજી, ઉસ્માન લાલન, પૂર્વ સરપંચ આરીફ પટેલ, અબ્દુલકાદર ડેલાવાળા, મુહમ્મદ કામથી, રતિલાલભાઈ પરમાર, આસિફ ખોજબલવાળા, ઝાકીર સરપંચ વોરા સમની, જાબિર સરપંચ સીતપોણ, સિરાજ સેગવાવાળા, સલીમ અમદાવાદી, ફારૂક ડુંગરીવાળા, કરણ ટેલર, હારુન કોલવના, મુનાફ પઠાણ, દાઉદ કહાનવાળા, ઐય્યુબ કેપટન સરપંચ હિંગલ્લા, વલીભાઈ સરપંચ ઘોડી તથા ગામના પંચાયતના સદસ્યો, ક્રિકેટ પ્રેમીઓએ હાજરી આપી શોભામાં અભિવૃત્તિ કરી હતી. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.