1 2 3 6

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન આજે યોજાયું છે. ટંકારીઆ ગામમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યપદ માટે ચૂંટણી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ૧૧ કલાકમાં ૨૨.૩૩% મતદાન થયું છે. એટલેકે કુલ ૮૫૩૦ મતદારોમાંથી ૧૯૦૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ટંકારીઆ ગામના બંને પંચાયતના સભ્યના ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન મહદઅંશે ધીમી ગતિએ ચાલી રહ્યું છે. મતદાન નો સમય સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા રવિવારે યોજાશે જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. દરેકે દરેક ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી મતદારોના દ્વારે દ્વારે સંપર્ક કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહેલા જણાયા છે. દરેક પક્ષના ઉમેદવારોએ અત્યારસુધીમાં મોટી મોટી રેલીઓ પણ કાઢી હતી. આજે સાંજથી પ્રચારના પડઘમ શાંત થઇ જશે. અમો આ થકી દરેક ઉમેદવારને શુભકામનાઓ પાઠવીએ છીએ. આ ચૂંટણીની મતગણતરી બીજી માર્ચે યોજાશે.

Hajiyani Rabyaben W/O Haji Aiyubbhai Miyanji (Tankaria), sister of Late Ibrahim Bhai Nathaliya of Leicester, passed away today at Vancouver Canada.


إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ

May ALLAH SWT grant her a place Jannatul firdaus and Sabre jameel to family. Ameen

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એકદમ નજીક આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. રજિયાના સાનિધ્યમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ માર્ચ સમગ્ર ગામના મુખ્ય રસ્તાઓપર કરી હતી. જેમાં પાલેજ પોલીસ મથકનો સ્ટાફ તથા મિલિટ્રીના જવાનો તથા લેડીઝ પોલીસ પણ આ માર્ચમાં જોડાઈ હતી. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આ ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.

1 2 3 6