ગામ મુસ્તુફાબાદ ટંકારીઆ માં કાર્યરત બગદાદી ગ્રુપ ના સહયોગથી આજરોજ તમામ ગામજનો અને અકીદતમંદો માટે સામુહિક ન્યાઝનો પ્રોગ્રામ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં ગતરોજ ઈશાની નમાજ બાદ કુરાન ખવાની, ઝીકરો અસગાર, સલાતો સલામ તથા દુઆ નો પ્રોગ્રામ યોજાયો હતો અને આજે તમામ ગ્રામજનો માટે સામુહિક ન્યાઝનો શાનદાર પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આ ન્યાઝ તમામ લોકોમાટે ‘દાવતે આમ’ હતી. ગામજનોએ ન્યાઝ નો લુત્ફ ઉઠાવ્યો હતો. બગદાદી ગ્રુપના નવયુવાનોએ આ ન્યાઝના પ્રોગ્રામને એકતા અને સંપ તથા સંયમ સાથે સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. તેમને દરેક ને શિસ્તબદ્ધ રીતે બાઅદબ ન્યાઝ ખવડાવી હતી. બગદાદી ગ્રુપના નવયુવાનોને મુબારકબાદ પેશ કરીએ છીએ.

Mustafabad Tankaria History Page updated on 06 March 2021 with new interesting information. Click on the link given below to read in English/ Gujarati.
મુસ્તફાબાદ ટંકારીયાના ઇતિહાસ માં ૦૬ માર્ચ ૨૦૨૧ ના રોજ નવી રસપ્રદ વિગતો ઉમેરેલ છે. આ નવિનતમ ઈતિહાસ ગુજરાતીમાં/ અંગ્રેજીમાં વાંચવા નીચેની લીન્ક પર ક્લીક કરો.
https://www.mytankaria.com/history/history-of-mustafabad-tankaria

Hajiyani Ayeshaben Haji Ahmed Ghodiwala [Meniya] [Mother of Basir Meniya] passed away…….. Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 10am today. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.