1 4 5 6

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે અને ગામમાં વિકાસલક્ષી કાર્યોનો આરંભ થઇ ગયો છે. જેમાં ટંકારીઆ ગામે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા સાહેબના સહયોગથી ટેલિફોન એક્સચેન્જ ની પાછળ દશ લાખ ચાલીસ હજાર લીટર ના મીઠા પાણીના સમ્પ નું કામ પુરજોશમાં ચાલુ થઇ ગયું છે તદુપરાંત બીજા વિકાસના કામોની લિસ્ટ નીચે મુજબ છે.

ભરૂચ જિલ્લા ૨૨-પાલેજ જિલ્લા પંચાયત ની ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપ ના ઉમેદવાર સલીમખા ઉર્ફે મલંગખાં પઠાણ નો ભવ્ય વિજય નીવડ્યો હતો. જેમાં સલીમખાને કુલ ૮૬૫૪ માટે મેળવ્યા હતા તથા તેમના નજીકના હરીફ કોંગ્રસ ના મહમ્મદઅફઝલ યુસુફ ઘોડીવાળાને કુલ ૭૫૭૧ મતો મળ્યા હતા. આમ ભાજપ ને ૧૦૮૩ મતોની સરસાઈ સાથે વિજયી થયા હતા. તેમજ એઆઇએમઆઇએમ ના ઉમેદવાર કારી ઇમરાન કોવારીવાળાને કુલ ૨૫૮૩ મતો મળતા તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. તેમજ ૨૮-ટંકારીઆ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવાર અબ્દુલસમદ ઇબ્રાહિમ ટેલર ઉર્ફે લલ્લુમામાં નો ભવ્ય વિજય થયો હતો. જેમાં લલ્લુમામાએ ૨૪૨૭ મતો મેળવ્યા હતા તથા તેમના નજીકના હરીફ એઆઇએમઆઇએમ ના ઉમેદવાર સફવાન યાકુબ હાજી ભૂતાને ૧૫૩૪ મતો મળ્યા હતા આમ કોંગ્રેસ ના ઉમેદવારને ૮૯૩ મતોથી સરસાઈ મેળવી જીત હાંસલ કરીઃ હતી ભાજપના મુબારક ઇબ્રાહિમ ધોરીવાળા ૬૮૪ મતો મેળવી ત્રીજા સ્થાને રહ્યા હતા.


સમગ્ર રાજ્ય માં ગતરોજ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓનું મતદાન શાંતિપૂર્ણ થતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જેમાં પાલેજ જિલ્લા પંચાયતની સીટ અને ટંકારીઆ તાલુકા પંચાયત ની સીટ માટે ના મતદાનમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના ટંકારીઆ ગામે કુલ મતદાન ૫૫.૦૫% થયું હતું. જેમાં કુલ ૮ મતદારોનું ભાવિ ઈ વી એમ મશીનમાં સીલ થતા હવે તા. ૨/૩/૨૧ ના મંગળવારના રોજ મતગણતરી બાદ તેમનો ફેંસલોઃ થશે. ટંકારિયામાં સવારે ૭ કલાકથી કડક સુરક્ષા વચ્ચે મતદાનનો પ્રારંભ થતા સવારના સમયથીજ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. મતદારોએ દિવસભર મતદાનમાં ઉત્સાહ દેખાડતા ટંકારીઆ ગામનું છેવટનું મતદાન ૫૫.૦૫% થયું હતું. જે ધારણા કરતા ઓછું થયું હતું. સમગ્ર મતદાન દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છીય બનાવ બનવા પામ્યો ના હતો જેને લીધે તંત્ર ઍ હાશકારો અનુભવ્યો હતો. તમામ ઉમેદવારોએ પોતાની જીત ની આશા વ્યક્ત કરી હતી.

1 4 5 6