આકરી ગરમી બાદ આજે સવારે ટંકારિયામાં ચોમાસાનો ધમાકેદાર વરસાદ પડ્યો હતો. ખેડૂતમિત્રોએ વાવણી ની પ્રક્રિયા બે સપ્તાહ પૂર્વેજ આરંભી દીધી હતી અને આજે ધમાકેદાર વરસાદ પડતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. તથા ગરમીમાં આંશિક ઘટાડો થતા લોકો ખુશખુશાલ થઇ ગયા હતા.

વાતાવરણમાં ભારે બફારાને લઈને ગરમીનો કેર યથાવત રહેવા પામ્યો છે. સવારના પહોરથીજ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ સાથે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જે એવો સંકેત આપે છે કે નજીકના દિવસોમાં ભારે વરસાદ થઇ શકે છે. અલ્લાહ તઆલા રહેમતની બારીશ નાઝીલ કરે.


ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામેથી સીતપોણ તરફ પસાર થતો વરસાદી કાન્સ કે જે કાન્સ માંથી ટંકારીઆ ગામ ઉપરાંત આગળના ગામોનું વરસાદી પાણી નો નિકાલ થઇ ભૂખી ખાડીમાં મળે છે જે કાન્સ હાલમાં બિનજરૂરી વનસ્પતિ, ઘાસ તથા વાવાઝોડામાં ધરાશાયી થઇ ગયેલ વૃક્ષોથી લગભગ પુરાઈ જવા જોવો થઇ ગયો હતો
જેના કારણે ચોમાસામાં ટંકારીઆ ગામમાં પાદરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહેતી હતી.
આ પ્રશ્નની જિલ્લા પંચાયત ના સભ્ય મલંગખાં પઠાણ તથા ટંકારીઆ પંચાયતના હાલના સરપંચ તથા પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ઉસ્માન લાલન તથા તેની ટીમે તંત્રને ધારદાર રજૂઆતો કરી આ કાન્સ ની સાફસફાઈ નું બીડું ઝડપ્યું હતું. તથા વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ને સદર પ્રશ્નની રજૂઆત કરતા ધારાસભ્યશ્રીએ મોટું ફોલ્કલૅન્ડ મશીન મોકલી સીતપોણ જવાના રસ્તા પર આવેલી દરગાહ થી ટંકારીઆ તરફ નો પૂરો કાન્સ તથા ટંકારીઆ ગામની ચોતરફ ના પાણીના નિકાલના કાન્સ ની સાફસફાઈ કરાવવાનું કામ ચાલુ થઇ જતા ગામમાં ખુશી વ્યાપી જવા પામી છે.