Month: August 2021
મદની શિફાખાના દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે કાર્યરત શૈખુલ ઇસ્લામ ચેરીટેબલ ટ્રસ્ટ ના સાનિધ્યમાં ચાલતા “મદની શિફાખાના” દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ નું આયોજન આજરોજ ટંકારીઆ પી.એચ. સી. ના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના જાગૃત યુવાનો અને આધેડોએ વેક્સિનેશન કરાવ્યું હતું. આ પ્રસંગે શૈખુલ ઇસ્લામ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ તમામને વ્યવસ્થિત રીતે વેક્સિનેશન કરવામાં ખડે પગે મદદ કરી હતી. જેમાં મુખ્યત્વે ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા, અમીન કડા, ઇલ્યાસ જંગારિયા, અઝીઝ ભા, ઉસ્માન લાલન, ડોક્ટર મુઝમ્મિલ બોડા તથા ગામના નવયુવાનો હાજર રહ્યા હતા.
ટંકારીઆ નું ગૌરવ
આપણા ગામના અબ્દુલ્લાહ વલી બાપુજી ની સુપુત્રી નામે અતિયા બાપુજીએ હાલમાં એસ.એસ.સી. ની પરીક્ષા માં ૯૪.૫૦% ગુણ મેળવી પાસ થયેલ હતી જેને ગિફ્ટેડ-૩૦ માં સ્થાન મેળવી લીધું છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આ અબ્દુલભાઇ બાપુજી ની મોટી પુત્રી નામે અઝરા ગિફ્ટેડ-૩૦ દ્વારા ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ ટકા મેળવી ગુજરાત રાજ્યના સરકારી ક્વોટા માં વડનગર મેડિકલ કોલેજમાં મેરિટના આધારે એમ.બી.બી.એસ. માં પ્રવેશ મેળવી ચુકી છે જેનો તમામ શ્રેય ગિફ્ટેડ-૩૦ ને જાય છે. તો આપણા ગામની આ સ્કોલર વિદ્યાર્થિનીને ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ ગુજારીએ.