ટંકારીઆ માં સરપંચની ચૂંટણીના પડઘમ આજથી શરુ થઇ ગયા છે. આજે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી. આજે સરપંચ ના ઉમેદવાર મુસ્તાક વલીબાપુ બાબરીયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા સરપંચની રેસ માં ફાઈનલી ૩ ઉમેદવારો રહ્યા છે. જે નીચે મુજબ છે.
૧. ઝાકીર ઉમતા
૨. મુસ્તુફા ખોડા
૩. સલીમ ઉમતા
ત્રણેવ ઉમેદવારોને શુભ કામના પાઠવીએ છીએ.

https://youtu.be/C43tJotB3vQ

https://youtu.be/yNZ2wKi_RyE

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાના તથા ગ્રામ પંચાયત ટંકારીઆ તેમજ એપેક્ષ મલ્ટીસ્પેશીયાલીસ્ટ અને ટ્રોમા સેન્ટર ભરૂચના ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના પર આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના વિખ્યાત ડોક્ટરો કેતન દોશી, સુનિલ નાગરાણી, સેતુ લોટવાળા, રજત ગુસાણી, શબિસ્તા પટેલ તથા સાહીન ખાંધિયા એ પોતાની સેવાઓ આપી હતી.
આ પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાન થી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ટ્રસ્ટ ની રૂપરેખા સામાજિક કાર્યકર અબ્દુલભાઇ કામથીએ આપી હતી. આ પ્રસંગે ગામના આગેવાનો, વડીલો, તથા નવયુવાનો હાજર રહ્યા હતા. અને વિશેષ મહેમાનોમાં એન. આર. આઈ. અય્યુબભાઇ મીયાંજી હાજર રહ્યા હતા. તદુપરાંત મુસ્તુફા ખોડા, ઝાકીર ઉમતા, સલીમ ઉમતા, મુસ્તાક બાબરીયા, અફઝલ ઘોડીવાળા, તૌસીફ કરકરિયા, ડો. મુઝમ્મિલ બોડા, અઝીઝ ભા, અખ્તર માલજી, બિલાલ લાલન તથા મોટી સંખ્યામાં ગ્રામ જનો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબ્દુલ્લાહ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું.

હાલમાં ન્યુઝીલેન્ડ ની ક્રિકેટ ટીમ ભારતના દૌરા પર છે. અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડ ની ક્રિકેટ ટીમ માં ભારતીય મૂળના એઝાઝ પટેલ પણ સમાવિષ્ટ છે અને તેમને પ્રથમ દાવમાં ૧૦ વિકેટો ઝડપી રેકોર્ડ સર્જયો છે. એઝાઝ પટેલ નું મૂળ વતન ભરૂચ જિલ્લાનું કંથારીયા ગામ અને તેમના દાદીનું નું પિયર ટંકારીયાના કાપડિયા ફેમિલીમાં. એઝાઝ પટેલ સને ૧૯૯૩ માં તેમની ફેમિલી સાથે ન્યુઝીલેન્ડ માં સ્થાયી થયા હતા. તે પહેલા તેઓ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં રહેતા હતા. એઝાઝ પટેલ અવારનવાર ટંકારીઆ ની મુલાકાત લેતા હતા. તેમનું મોસાળ મુંબઈમાં સ્થાયી થયેલા ટંકારીઆ મૂળના “પોસી” ફેમિલીમાં અને તેમને તેમના મામાની છોકરી સાથે એટલેકે “પોસી” ફેમિલીમાં શાદી પણ કરી છે. એટલે તેઓ આપણા ગામના ભાણીયા અને જમાઈ એમ બે રીસ્તાઓ ધરાવે છે. જે બાબતનું ટંકારીઆ ને ગર્વ છે. આમ એઝાઝ પટેલ ને ટંકારીઆ ગામ સાથે ગાઢ સબંધ છે. અલ્લાહ પાક તેમને ઉત્તરોત્તર સફળતાનાં શિખરો પાસ કરાવે એવી દુઆ. આ તમામ હકીકતથી માહિતગાર કરનાર મોહમ્મદભાઈ કાપડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ.

The New Zealand cricket team is currently touring India. And the second Test is being played at Mumbai’s Wankhede Stadium. New Zealand’s cricket team also includes Indian-origin Azaz Patel, who has a record of  picking 10 wickets in the first innings. Azaz Patel hails from Kantharia village in Bharuch district and his grandmother  belongs to the Kapadia family of Tankaria. Azaz Patel settled in New Zealand with his family in 1993.  Before that he lived in the Jogeshwari area of ​​Mumbai. Azaz Patel used to visit Tankaria frequently. His mosal is in Tankaria original “Posi” family [Mumbai] He is married to the “Posi” family of Tankaria origin who settled in Mumbai, That is why he have two relationship with Tankaria, He is Maternal son and son-in-law of our village Tankaria. Tankaria is proud of that. Thus Azaz Patel has a close relationship with Tankaria village. May Allah bless him to pass the peaks of success step by step. We thank Mohammadbhai Kapadia for informing us about all these facts.

ટંકારિયામાં સરપંચના પદ માટે ચૂંટણી તારીખ ૧૯/૧૨/૨૦૨૧ ના રોજ યોજાવાની છે. આજે સાંજ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. અને ત્યાં સુધી સરપંચના ઉમેદવારો ના ફોર્મ નીચે મુજબ ભરાયેલા છે.
૧. મુસ્તુફા ઇસ્માઇલ ખોડા
૨. ઝાકીર ઇસ્માઇલ ઉમતા
૩. સલીમ અલી ઈસા ઉમતા
૪. મુસ્તાક વલી બાપુ બાબરીયા
હવે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૦૭/૧૨/૨૦૨૧ છે. એટલેકે ખરું ચિત્ર તારીખ ૦૭/૧૨/૨૦૨૧ ના રોજ સાંજે જ ખબર પડશે.

તદુપરાંત વાર્ડ નંબર ૧૪ માં પણ પેટા ચૂંટણી યોજાવાની છે જેમાં બે ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભર્યા છે.
૧. તૌસીફ કરકરિયા
૨. ઝફર ભુતા


તમામ ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ.