HAJI YAKUBMASTER ISMAIL DABGARMUNSHI PASSED AWAY………………..INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AFTER ASR PRAYER. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN. NOTE: HIS WIFE ZULEKHABEN PASSED AWAY BEFORE 6 HRS.

વાગરા તાલુકાના ચાંચવેલ અને મુલેર વચ્ચે ભાઠા વિસ્તારમાં વસવાટ કરતા મૂળ કચ્છના વણઝારા મુસ્લિમ પરિવારો કે જેઓ એકદમ ગરીબ પરિસ્થિતિમાં વસવાટ કરી રહ્યા છે તેઓ બકરા ચરાવી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ પાસે રહેવા માટે પાકા ઘરો પણ નથી કે તેમની પાસે શૌચાલયો નથી અને ઇલેક્ટ્રિક ની વ્યવસ્થા પણ નથી તેમની આર્થિક અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ની મદદ માટે ટંકારીઆ ગામના નવયુવાનો મદદ માટે આગળ આવી મદદ માટે તેમના નેસડાઓ પર પહોંચી મદદ કરી માનવતાનું સરાહનીય કાર્ય કર્યું છે. જેમાં મુખ્યત્વે
૧. બોખા પરિવાર તરફથી અનાજ નું તથા તેલનું દાન કરાયું છે.
૨. શબ્બીર લાલન, ઇકબાલ કામથી તથા આસિફ માલતાગાર અને મોઇન ઈડા તરફથી ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૩. મુસ્તુફા ખોડા તથા ખોડા પરિવાર તરફથી પાણીની પાઈપલાઈન અને મસ્જિદમાં સોલાર લાઉડસ્પીકરનું દાન કરવામાં આવ્યું છે.
૪. અબ્દુલ કામથી, ઉસ્માન આદમ લાલન તથા ઇકબાલ સાપા તરફથી ટૂંક સમયમાં શૌચાલયો તથા સ્નાન માટે બાથરૂમો બનાવી આપવાની જાહેરાત કરી છે.