Snowfall in Blackburn
Photo by : SHAFIQ PATEL FROM BLACKBURN [UK]
Photo by : SHAFIQ PATEL FROM BLACKBURN [UK]
શિયાળો તેની યુવાવસ્થા માંથી પસાર થઇ રહ્યો હોય પરંતુ બે દિવસથી વાદળછાયું વાતાવરણની સ્થિતિ પેદા થતા ઠંડીનું જોર આંશિક રીતે ઘટ્યું છે. અને હવામાનખાતા દ્વારા માવઠાની શક્યતા ની આગાહી કરતા ખેડૂતવર્ગ ચિંતિત થઇ ગયો છે. ઠંડી શિયાળુ પાક માટે ઉત્તમ ગણાય છે પરંતુ વાતાવરણ ના પલટાને લઈને પાકમાં ઈયળો પડવાની સંભાવના ને નકારી શકાય તેમ નથી. ખેડૂતો આ માવઠાનો ખતરો ટળી જાય તેવી આશા સાથે કુદરત તરફ મીટ માંડીને બેઠા છે. શિયાળામાં તાપમાનની સતત વધઘટ જોતા તબિયત તરફ સાવચેતી રાખવાનું તબીબો અને જાણકારો જણાવી રહ્યા છે.
Winter is in its infancy but the cold snap has partially subsided over the past two days. And the meteorological department is worried about the possibility of normal rain. Cold winters are ideal for crops but the possibility of caterpillars in the crop due to climate change cannot be ruled out. Farmers are flocking to nature in the hope of averting the menace. Doctors and experts are telling people to be careful about their health as they see constant fluctuations in temperature in winter.
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબની કચેરી દ્વારા શાળા સિદ્ધિ કાર્યક્રમ હેઠળ ટંકારીઆ હાઈસ્કૂલનું બાહ્ય મૂલ્યાંકનનું આયોજન કરાયું હતું. સરકારી માધ્યમિક શાળા સરસાડ ના આચાર્ય કલ્પેશકુમાર પટેલ, બી.ઈ.એસ. યુનિયન હાઈસ્કૂલ ભરૂચના આચાર્ય વિજયસિંહ સિંધા અને શ્રીમતી દિપ્તીબેન ભટ્ટ સી.આર.સી. ભરૂચ દ્વારા તા. ૧/૧/૨૦૨૧ ના રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઇ શાળાની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કરાયું હતું. શાળાની ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ તેમજ શાળાની અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવુત્તિઓ અંગેની કામગીરી નિહાળી પ્રભાવિત થયા હતા. શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ ની વિવિધ કામગીરી નિહાળી સલાહ સૂચન કરી શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.