ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ગત વર્ષની કોવીડ૧૯ ના કારણે સ્થગિત કરાયેલી માર્યાદિત ૩૦ ઓવરની નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ મુસ્તુફાબાદ ગ્રાઉન્ડ [ખરી] પર જંબુસર ઇલેવન અને વોરાસમની ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં મેચ ના અંતે વોરાસમની ઇલેવન વિજયી નીવડી હતી.
જંબુસર ઇલેવને ટૉસ જીતી ૧૫૯ રન ફટકાર્યા હતા જેની સામે વોરાસમની ઈલેવને ફક્ત બે જ વિકેટ ગુમાવી ૧૬૨ રન ફટકારી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચના મેન ઓફ ઘી મેચ વોરાસમની ટીમના અબ્દુલસમદતથા ટુર્નામેન્ટ ના બેસ્ટ બેટ્સમેન સાપા ઈલેવનના જેશલ કારિયા તથા મેન ઓફ ઘી સિરીઝ જંબુસરના મહફુઝ જોલી બન્યા હતા. મેચ ના અંતે વિજેતા ટીમને વિજેતા ટ્રોફી ભરૂચ કોપરેટીવ બેન્ક ના ડિરેક્ટર અજયસિંહ રાણા ના હસ્તે આપવામાં આવી હતી. તથા રનર્સ અપ ટ્રોફી ઝહીર ગનીભાઇ કુરૈશી તથા ગામના સરપંચ ઝાકીર ઉમતા, ઉસ્માન લાલન, મુબારકભાઈ ડેરોલવાળા તથા મુસ્તુફાભાઈ ખોડા ના હસ્તે આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓએ હાજરી આપી હતી જેમાં મુખ્યત્વે ભરૂચ કોર્પોરેટીવ બેન્ક ના ડાઈરેક્ટર અજયભાઇ અરૂણસિંહ રાણા, ભાજપ લઘુમતી ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ ઝહીર ગનીભાઇ કુરેશી, ભરૂચ ભાજપ લઘુમતી સેલના પ્રમુખ મુસ્તુફા ખોડા, વાગરા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ઇમરાન ભઠ્ઠી, રૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ડેપ્યુટી ચેરમેન ઇસ્માઇલભાઈ મતાદાર,
મુબારકભાઈ દેરોલ વાળા, ટંકારીઆ ગામના સરપંચ ઝાકીર ઉમતા, ગામ આગેવાન ઉસ્માન લાલન, તથા આજુ બાજુ ગામોના સરપંચ, ક્રિકેટ પ્રેમીઓ, ગામ આગેવાનો, તથા દેશ વિદેશ થી પધારેલા મહેમાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબના આયોજકો સાજીદ લાલન, તૌસીફ કરકરિયા, અય્યુબ દાદાભાઈ વિગેરેઓએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અબ્દુલભાઇ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું.