ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે અંજુમન સાર્વજનિક દવાખાના તથા આઁફિયત બ્લડ ડોનેશન ભરૂચ તરફથી રેડક્રોસ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન આજરોજ અંજુમન સાર્વજનિક દવાખાનામાં કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટંકારીઆ ગામના નવયુવાનો ઉપરાંત, પારખેત, કહાન,સીતપોણ, નબીપુર, ભરૂચ, પગુથણ, કંબોલી વિગેરે ગામોના નવયુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું. કુલ ૮૦ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે અંજુમન દવાખાના ના સ્ટાફ ઉપરાંત સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી, સરપંચ ઝાકીર ઉમતા, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, મૌલાના લુકમાન ભુતા, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. હતા
.

આજે શબે બરાત મગફેરત માંગવાની રાત, ગુનાહોથી તૌબા કરવાની રાત, ગતવર્ષે કોરોના ને લીધે શબેબરાત ની ઉજવણી ફિક્કી હતી પરંતુ અલ્લાહ ના ફઝલો કરમથી આ વર્ષે શબે બરાત ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે. આપણા નજીકના સગા વહાલાઓ, દોસ્ત, બિરાદરો, વડીલો, માં, બહેનો આપણી વચ્ચે નથી કે જેઓ ગત વર્ષે આપણી સાથે હતા. તેઓને વધારે પડતો કોરોના ભરખી ગયો હતો [અલ્લાહ ની મરજી]. અલ્લાહ તબારક વ તા’લા તમામ મરહુમોની મગફિરત ફરમાવે અને એમને જન્નત માં આલા મક્કમ અતા ફરમાવે. આમીન. આ થકી અમો આપને વિનંતી કરીએ છીએ કે આપ અમારા માટે પણ શબે બરાતની મુકદ્દસ રાત્રિમાં દુઆઓ ગુજારશો.

IBRAHIM DAUD DEDKA [Ex Postmaster] [Brother in law of Ismailsaheb Khunawala] passed away…….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA} graveyard after Zohar prayer. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen.