ટંકારિયામાં બકરી ઈદ નિમિતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી બકરી ઈદ નો તહેવાર આવતો હોઈ ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગતરોજ ૦૨ જુલાઈ ૨૦૨૨ ને શનિવારના રોજ ગ્રામ પંચાયત ભવનમાં પારખેત, અડોલ, ઘોડી ગામના સરપંચોની તથા ગામ આગેવાનોની હાજરીમાં પાલેજ પોલીસ મથકના પી. આઈ. વાઘેલાની અધ્યક્ષતામાં તારીખ ૧૦ મી જુલાઈ ૨૦૨૨ ને રવિવારના રોજ બકરી ઈદ ના તહેવારને ધ્યાન માં રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી. આઈ. વાઘેલા દ્વારા બકરી ઈદ નો તહેવાર શાંતિપૂર્વક સરકારી ગાઈડ લાઈન મુજબ ઉજવણી થાય તેમજ કોઈની પણ લાગણી ના દુભાય એને લક્ષમાં રાખી ઉજવવાની અપીલ કરી હતી.