Year: 2022
WEdding in Tankaria
A marriage function of “SEEMA’ D/O Makbulhushen Wadiwala held at Darul Ulum Community Hall Tankaria today.
Progressive Tankaria
ટંકારીઆ ગામની નવસર્જન વિકાસ પેનલ દ્વારા હાલમાં પારખેત રોડ ઉપર આવેલી સુકુન સોસાયટીમાં પારખેત તરફ જવાના મુખ્યમાર્ગ પરથી ઇશાક બશેરીના ઘર સુધી ૩ ની પીવાના પાણીની લાઈન તાલુકા પંચાયતની ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી તાલુકા સદસ્ય અબ્દુલસમદ ટેલર ઉર્ફે લલ્લુમામાં ની ભલામણથી મંજુર થયેલી ગ્રાન્ટ માંથી આશરે ૨૫૦ મીટર લાંબી અંદાજિત રૂપિયા ૧૦૦૦૦૦/- એક લાખ રકમની લાઈન નાંખવામાં આવી. આ કામ હાલમાં ગ્રામ પંચાયત દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું. આ તબક્કે ગ્રામ પંચાયત ટંકારીઆ તાલુકા સદસ્ય અબ્દુલસમદ ટેલરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા
સરપંચ
Progressive Tankaria
ટંકારીઆ નવસર્જન વિકાસ પેનલ દ્વારા હાલમાં ૧૫માં નાણાપંચ સને ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી મંજુર થયેલા કામોમાંથી ટંકારીઆ એમ.એ.એમ. હાઈસ્કૂલના બહારના પરિસરમાં આશરે ૧,૬૦,૦૦૦/- ની રકમનું પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામની સંગે બુનિયાદ મૌલાના અબ્દુર્રઝાક અશરફી દ્વારા સરપંચ તથા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ગ્રામપંચાયતે આ કામ ઘણીજ સુંદરતા સાથે પૂરું કર્યું હતું. આ વિકાસના કામમાં જે લોકો સહભાગી થયા હતા તે તમામનો ગ્રામ પંચાયત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આગળ પણ વિકાસના કામોમાં સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે.
સરપંચ
ઝાકીરહુસેન ઉમતા