ATIQUE MOHMED HAKIMJI [VADODRAWALA] passed away………….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen.
ABDULLAH MASTER TRALSA-KOTHIWALA [Brother in law of Late Y. M. Godar] [Father in law of Shabbir Adam Bharuchi] passed away………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] GRANT A PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.
આજ રોજ તારીખ : ૨૭/૧૨/૨૦૨૩ ને બુધવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ અને એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલમાં શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૩-૨૪ શાળા કક્ષાએ સાયન્સ એકઝીબીશન, ફૂડ એકઝીબીશન, જંગલ સફારી, સ્કેરી હાઉસ અને લેન્ગવેજ એકઝીબીશનનું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળામાં પધારેલા મહેમાનો આવનાર હાજી ઐયુબભાઈ બંગલાવાલા (કેનેડા), મૌ. અબ્દુરરઝ્ઝાક અશરફી, ઐયુબભાઈ કામઠી અને હશનભાઈ, ઇકબાલભાઈ પાદરવાલા, અબ્દુલભાઈ ટેલર (તાલુકા સભ્ય), અઝીઝભાઇ રંકારવી (પ્રકાશક ગુજરાત ટુડે), માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, વહીવટદાર નિલેશભાઈ, હાજી ઝાકીરભાઈ ગોદર, ફારૂકભાઈ દેલાવાલા વડે સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં નાના બાળકો માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સ્કેરી હાઉસ અને જંગલ સફારી રહ્યું હતું. જયારે બુધ્ધિ જીવી વ્યક્તિઓએ સાયન્સ પ્રોજેક્ટ અને લેન્ગવેજ એકઝીબીશન નિહાર્યું હતું જેમાં તેઓએ ઘણા એવા વર્કિંગ મોડલો અને ભાષાનો ઉદ્ભવ અને સાહિત્યનો વિકાસ કઈ રીતે થયો એની જાણકારીથી તેઓ ખુબ પ્રભાવિત થયા. આ બધાની વચ્ચે “એક તદુરસ્તી હજાર નિયામત” ને સાચવવા માટે ફૂડ એન્ડ ન્યુટ્રીશયનનો વિભાગ ઔરતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશને શાંતિથી નિહાળી શકાય તે માટે ઔરતો સાથે આવેલા નાના ભૂલકાઓ માટે ટોયઝ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે જોઈ નાના નાના ભૂલકાઓ આંનદ વિભોર બની ગયા હતા. સેલ્ફીના ચાહકો માટે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો.
આમ સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશની સાથે સાથે ફૂડ એકઝીબીશન, જંગલ સફારી, સ્કેરી હાઉસ, ટોયઝ રૂમ તથા ફૂડ એન્ડ ન્યુટ્રીશયના વિભાગોને પણ વધુ પસંદ કરવામાં આવ્યો હતો. આ તમામ વિભાગોને તૈયાર કરવામાં માટે શાળાના ટ્રસ્ટી મંડળના પ્રેસીડેન્ટ હાજી ઇશાક મહમદ પટેલ સાહેબે રાત દિવસ શાળાના સ્ટાફગણ સાથે રહી જરૂરિયાત મુજબ સાધન
સામગ્રી પૂરી પાડી હતી. આ શાળાના લોક લાડીલા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળા તમામ સ્ટાફગણે ખડે પગે રહી ખુબ મહેનતથી સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશનના તમામ વિભાગોને સફળ બનાવ્યો.
આ એકઝીબીશનના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ ગામની શાળાના આચાર્યશ્રીઓ, બાળકો આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિજ્ઞાન મેળાની લાક્ષણિકતા નિહાળી બાળ વિજ્ઞાનિકો બનવા માટેની પ્રેરણા લીધી હતી. આ એકઝીબીશનના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળામાં પ્રદર્શિત થયેલ સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશનના કાર્યક્રમને ખુબજ સુંદર શબ્દોમાં વધાવી લેવામાં આવ્યો હતો. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ટંકારીયાના બારીવાળા સ્પોર્ટ્સ ક્લબના લીલીછમ લોન આચ્છાદિત ક્રિકેટ મેદાન પર ભૂતપૂર્વ ક્રિકેટર અય્યુબ દાદાભાઈ ઉર્ફે દુશ્મનની યાદમાં એક ચેરિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.પી.સી.સી. ટંકારીઆ અને એન.પી.સી.સી. ટંકારીઆ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં એમ.પી.સી.સી. ટંકારીઆ વિજયી નીવડ્યું હતું. આ એક ચેરિટી મેચ હોવાને કારણે મેચ જોવા પધારેલા મહેમાનો દ્વારા મોટી સંખ્યામાં ચેરિટીની રકમ આપવામાં આવી હતી. જે રકમ ભરૂચ સ્થિત બ્લાઇન્ડ અને ડિસેબલ સેન્ટર કે જે દ્રષ્ટિહીન બાળકોને તથા અપંગ બાળકોને દુન્યવી તથા દીની શિક્ષણ આપે છે તેને સંચાલકો દ્વારા અર્પિત કરી હતી. આ સંસ્થાના ફાઉન્ડર જાવીદભાઈ પટેલ કે જેઓ પણ દ્રષ્ટિહીન છે તેમને તેમના ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ સંસ્થા ૨૦૧૯ થી કાર્યરત છે. આ સંસ્થામાં આવા બ્લાઇન્ડ અને ડિસેબલ બાળકોને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે ધોરણ ૧ થી ૧૨ સુધી સ્કૂલ ચલાવે છે ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષણ ઉપરાંત રમતગમતની પણ ટ્રેનિંગ આપે છે. તેમને દુન્યવી સાથે સાથે દીની તાલીમ પણ બ્રેલલિપિ દ્વારા આપવામાં આવે છે. આ સંસ્થાની પોતાની શાળા અને હોસ્ટેલ બનાવવાની વાત પર ભાર મુકતા જણાવ્યું હતું કે સમાજના લોકોની મદદથી આ શક્ય છે અને જેમ બને તેટલી રકમ ડોનેટ કરી આ સંસ્થાને પોતાની શાળા અને હોસ્ટેલ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી હતી. સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ આ સંસ્થાને મદદરૂપ થવા મુસ્લિમ સમાજને અપીલ કરી હતી. મુબારકભાઈ ડેરોલવાળાએ પણ આ સંસ્થાને મદદરૂપ થવા મુસ્લિમ સમાજને અપીલ કરી હતી. આ સમારંભમાં વિદેશથી પધારેલા મજીદભાઈ સગીર, ઝાકીર ગોદર, સોયેબ ગોદર ઉપરાંત અબ્દુલ્લાહ ટેલર, મુબારકભાઈ ડેરોલવાળા, સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી, હસનભાઈ શેરપુરાવાળા, માજી સરપંચ ઝાકીર ઉમતા, ઉસ્માન લાલન, સઇદ બાપુજી, ઈમ્તિયાઝ પટેલ ભરૂચવાળા, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયાના પ્રમુખ મુસ્તાક બાબરીયા બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના પ્રમુખ જાવીદભાઈ પટેલ તેમના પિતા અબ્દુલસમદ માસ્ટર, તથા આ સેન્ટરના દ્રષ્ટિહીન બાળકો, ક્રિકેટર ફારૂક ફૂલે તથા ગામ પરગામના નામી-અનામી મહેમાનો હાજર રહ્યા હતા. આ મેચનું સંચાલન આરીફ બાપુજી, હારુન ઘોડીવાળા તથા યુસુફ ઘોડીવાલાએ કર્યું હતું. આ સમગ્ર સમારંભનું સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.
A charity match was organized in the memory of former cricketer Ayub Dadabhai aka Dushman on the green loan-covered cricket ground of the Bariwala Sports Club in Tankaria. A match was played between M.P.C.C. Tankaria and NPCC. Tankaria. In which M.P.C.C. Tankaria was victorious.
As this was a charity match, a large amount of charity money was donated by the guests who came to watch the match. The amount was donated by the administrators to the Bharuch-based Blind and Disabled Center, which imparts worldly and religious education to visually impaired and disabled children. Javidbhai Patel, the founder of this organization, who is also visually impaired, said in his short speech that this organization has been functioning since 2019. This institute runs a school from class 1 to 12 with the name of making such blind and disabled children self-reliant and also imparts sports training in addition to computer education. They are given worldly as well as religious training through braille language. Emphasizing on the establishment of its own school and hostel, He said that this is possible with the help of the people of the society and appealed to help this institution to build its own school and hostel by donating as much money as possible. Social activist Abdullah Kamathi appealed to the Muslim community to help this organization. Mubarakbhai Derolwala also appealed to the Muslim community to help this organization. Besides Majidbhai Sagir, Zakir Godar, Soyeb Godar, who arrived from abroad, Abdullah Taylor, Mubarakbhai Derolwala, social worker Abdullah Kamthi, Hasanbhai Sherpurawala, former Sarpanch Zakir Umta, Usman Lalan, Saeed Bapuji, Imtiaz Patel Bharuchwala, Shaikhul Islam Trust Tankaria President Mustak Babariya attended the ceremony. President of Blind and disable Center Javidbhai Patel, his father Abdulsamad Master, visually impaired children of this center, cricketer Farooq Phule and other famous guests of village and other villages were present.
The match was managed by Arif Bapuji, Harun Ghodiwala and Yusuf Ghodiwala.
The entire ceremony was conducted by social worker Abdullah Kamthi.