FATIMABEN ALLI MUNSHI [MOTHER OF ZAKIR / SAJID MUNSHI] passed away………..Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard after Asr prayer. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameeen.
રમઝાનનો પવિત્ર માસ પૂરો થાય અને જેવો માહે શવ્વાલનો ચાંદ નજરે પડે એટલે આલમે મુસલમાન અલ્લાહ તરફથી એનાયત કરવામાં આવતી ખુશીના સ્વરૂપે ઈદ ઉલ ફિત્રની ઉજવણીની તડામાર તૈયારીઓમાં લાગી જાય છે. હાલમાં રમજાન મહિનો પૂર્ણ થતા આજરોજ શનિવારના ને દિવસે સમગ્ર ભારતભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ફજરની નમાઝથીજ મુસ્લિમ બિરાદરો ઈદ ની વિશિષ્ટ નમાજ માટે કમર કસી લે છે. સવારે મીઠા સેવિયાંવાળા દૂધ આરોગી નવા નક્કોર કપડા પરિધાન કરી ઈદગાહ તરફ પ્રયાણ કરે છે. આજે સવારે કસ્બા ટંકારિયામાં સવારે વેરાસર બિરાદરો ઈદગાહમાં એકઠા થયા હતા અને સવારથીજ અલ્લાહુ અકબરની સદા બુલંદ કરતા નજરે પડ્યા હતા. ત્યારબાદ ઈદ ની વિશિષ્ટ નમાજ પઢ્યા બાદ પેશ ઇમામે જામા મસ્જિદ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે ઈદ નો ખુત્બો પઢ્યા બાદ વિશાલ જનમેદનીની હાજરીમાં દુઆએ ખૈર કરી હતી. તેમને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો માટે સુખ, શાંતિ, ભાઈચારો, અમન, ચેન ની દુઆ કરી હતી. તેમને સમગ્ર ભારતના દેશબંધુઓ માટે તથા દેશની તરક્કી, ખુશહાલી ની દુઆ ગુજારી હતી. ત્યાર બાદ બિરાદરોએ એકબીજાને ગળે ભેટી ઈદ ની મુબારક્બાદીઓ આપી હતી. તમામ ભાઈઓએ પોતાના આપસી મતભેદો દફનાવી દરેકને ઈદ ની મુબારક્બાદીઓ આપી હતી. ટંકારીઆ ગામના નવયુવાનો કે જેને ટંકારીઆ-૧૦૮ ગ્રુપ તરીકે ઓળખાય છે તેઓએ રમઝાન માસમાં ખડે પગે રહી રાતભર મહેનતો મશક્કત કરી આખી ઈદગાહને સાફસફાઈ કરી ઈદ ની નમાજ માટે તૈયાર કરી હતી. તેમજ આજે પણ સવારથી આખી ટીમ ખડેપગે રહી નમાજીઓ માટે વ્યવસ્થિ ઇંતેઝામ કરી સરાહનીય કામ કરવા બદલ ટંકારીઆ-૧૦૮ ગ્રુપને અભિનંદન પાઠવીએ છીએ.