Wedding in Blackburn
A wedding function of “MOHAMMADRAEES” S/O HAJI MUSTAK RANDHVAWALA with grand daughter of IQBAL HAJI GAJJAR held at Blackburn [UK] yesterday.
Reprint- May 2023:
લોકલાગણીને માન આપી, લોકમાંગને ધ્યાનમાં રાખી ગામના સેવાભાવી, હિતેચ્છુ, દાનવીરોની નાણાકીય સહાયથી, મે-૨૦૨૩માં ટંકારીઆના ઇતિહાસના પુસ્તકની બીજી ૧૧૦૦ કોપીનું છાપકામ કરવામાં આવ્યું છે. આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૩માં પુસ્તકની ૭૦૦ કોપીનું છાપકામ ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ના સૌજન્યથી થયું હતું.
પુસ્તકની Reprint કોપીમાં કરવામાં આવેલા કેટલાક અગત્યના ફેરફારો: (અગાઉ ડાઉનલોડ કરેલ .pdf ફાઈલ ડીલીટ કરવા આપ સૌને નમ્ર વિનંતી છે.)
(૧) પુસ્તકના કવરપેજના ફોટા બદલવામાં આવ્યા છે જેમાં વધુ સારા કેમેરાથી લેવામાં આવેલા ગામના પ્રવેશદ્વાર તથા ગામની મધ્યમાં આવેલ ઐતિહાસિક જામે મસ્જિદના સુંદર ફોટાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકની આ Reprint માં બધા જ ફોટા (Total 20) કલર ફોટા છે તેની ગુણવત્તા પહેલાં કરતાં વધુ સારી છે. આશા છે વાચકોને તે ગમશે.
(૨) Reprint આવૃત્તિમાં કેટલાક ખૂબ જરૂરી અને અગત્યના સુધારા વધારા કરવામાં આવ્યા છે. My Tankaria વેબસાઈટના જુદા જુદા પેજ તથા બીજી વેબસાઈટની લિંક અને QR Codes પુસ્તકના જે તે સંલગ્ન પેજ પર આપવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગામની અનેક નામાંકિત વ્યક્તિઓ અને તેજસ્વી તારલાઓ વિષેની, આપણને ગૌરવની અનુભૂતિ કરાવે એવી માહિતી હવે એક જ ક્લિકથી અથવા QR Code સ્કેન કરવાથી સરળતાથી વાંચી શકાશે.
નીચે આપેલ પેજ પરની પ્રથમ લિંક પર ક્લિક કરવાથી 14 MB ની .pdf ફાઈલ ડાઉનલોડ થશે તેની ગુણવત્તા પ્રમાણમાં વધુ સારી છે. બીજી લિંક 2.7 MB ની .pdf ફાઈલની છે તેની ગુણવત્તા પ્રમાણમાં ઓછી સારી છે. લેપટોપ, ડેસ્કટોપ અને મોબાઈલ ફોનમાં આપની જરૂરિયાત મુજબની ફાઈલ ડાઉનલોડ કરી શકાશે. અગાઉ ડાઉનલોડ કરેલ .pdf ફાઈલ ડીલીટ કરવા આપ સૌને નમ્ર વિનંતી છે.
https://www.mytankaria.com/history-of-tankaria-gujarati (Gujarati & English)
.pdf ફાઈલ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો.