ટંકારીઆ તથા પંથકમાં ઈદ ઉલ અદહા ની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ
ટંકારીઆ સહીત પંથકમાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર ઈદ ઉલ અદહાની ઉજવણી શાનો શૌકત સાથે કરવામાં આવી હતી. વહેલી સવારે ગામની વિવિધ મસ્જિદોમાં ઈદ ની વિશિષ્ટ નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારક્બાદીઓ આપી હતી. ટંકારીઆ ગામની વિવિધ મસ્જિદોમાં સમગ્ર માનવજાતની ભલાઈઓ માટે તથા સમગ્ર વિશ્વમાં શાંતિ, સલામતી અને ભાઈચારા માટે દુઆઓ કરવામાં આવી હતી. પાલેજ પોલીસ મથક દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.