ટંકારિયામાં “આંખ આવવાનો” એટલેકે કન્ઝક્ટિવાઈટિસ બીમારી વકરી છે. આ બીમારીનો ચેપ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં એકદમ ઝડપથી વધી રહ્યો છે. મેડિકલ સ્ટોરમાં આંખના ટીપાનું તેમજ એન્ટિબાયોટિક દવાનું વેચાણ વધી ગયું છે. ડોક્ટરો તરફથી ઇનપુટ મળી રહ્યા છે કે, આ બીમારી ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. આ બીમારીનું મુખ્ય કારણ હવામાનમાં વધુ પડતો ભેજ હોવાનું જણાઈ રહ્યું છે. આ વાઇરલ ઇન્ફેક્શન હોવાને કારણે ખુબ ઝડપી ફેલાઈ રહ્યું છે. કોઈના સીધા સંપર્કમા આવવાથી કે જેની આંખ આવી છે અથવા હાથનો સ્પર્શ થવાથી અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી ફેલાય છે. હાલમાં લોકોમાં લાલ આંખ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. ઘરમાં કોઈ મેમ્બરને આંખ આવી હોય તો દવા અવશ્ય લેવી જરૂરી છે. આ રોગ ૪ થી ૫ દિવસ સુધી રહે છે.
જોકે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ વધુ ફેલાય નહિ તે માટે યોગ્ય સારવાર અને સાવચેતી રાખવાની જરૂર છે. ચેપ ધરાવતા દર્દીઓએ ચશ્મા પહેરવા સાથે સ્વચ્છતા રાખવી અને ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. આ વાઇરલથી બચવા સૌથી મહત્વ ની બાબત સ્વચ્છતા છે.
Conjunctivitis is aggravated in Tankaria. The infection of this disease is increasing very fast especially among children and elderly people. Sales of eye drops and antibiotics have increased in medical stores. Inputs are being received from doctors that this disease is spreading very fast. The main cause of this disease seems to be excessive humidity in the weather. Being a viral infection, it is spreading very fast. The disease can also be spread by direct contact with someone who has an infected eye or by touching hands or objects.Currently, if people see red eyes, it is necessary to contact a doctor immediately. If any member of the house has got Conjunctivitis, it is necessary to take medicine. This disease lasts for 4 to 5 days.