આપણા ગામના નવયુવાનો દ્વારા ઈદ એ મિલાદુન્નબી [SAW] ના મોકા પર ગામની મસ્જિદો, રસ્તા વિગેરે રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. જેની ઝલક આપ નીચે નિહાળી શકો છો.

Village mosques, roads etc. have been decorated with colorful lights on the eve of Eid Miladunnabi [SAW] by the youth of our village. You can see a glimpse of it below.

આપણા ગામનો બાબરીયા ઉસ્માન ઉર્ફે આમ્ટે નો જુવાનજોધ છોકરો નામે આમિર [ઉ. આશરે ૧૭ વર્ષ] ને વીજ કરંટ લાગતા અલ્લાહની રહેમતમાં પહોંચી ગયો છે. ઇન્ના લીલ્લાહે વ ઇન્ના ઈલય્હે રાજેઉન. અલ્લાહ તેમને જન્નતમાં ઉચ્ચ દરજ્જો આપે. આમીન. નમાજે જનાજા મોટી ઈદગાહમાં [હાસમશાહ (રહ.) કબ્રસ્તાનમાં] રાત્રે ૧૦ વાગ્યે થશે. 

A young boy named Aamir from our village S/O Babaria Usman alias Amte [Age About 17 years] has reached the mercy of Allah while being electrocuted. Inna Lillahe wa Inna Ilayhe Rajeun. May Allah grant him high status in Jannatul firdaush. Aamen. Namaj e Janaja will held at Hashamshah [RA] graveyard at 10pm today. 

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ વચ્ચે માહે રબીઉલ અવ્વલ નો ચાંદ ગુજરાત ચાંદ કમિટીની જાહેરાત વચ્ચે જાહેર કરેલ છે કે, રબીઉલ અવ્વલ નો પ્રથમ ચાંદ તારીખ ૧૭/૯/૨૩ ને રવિવારના રોજથી ગણાશે. એટલેકે ઈદ એ મિલાદુન્નબી ૨૮/૯/૨૩ ને ગુરુવારના રોજ મનાવવામાં આવશે. આ ૧૨ દિવસોમાં જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ટંકારિયામાં દરરોજ ઈશાની નમાજ બાદ બયાનોનો દૌર શરુ થઇ ગયો છે. ગામની વિવિધ મસ્જિદોને લાઈટ ડેકોરેશનથી આબેહૂબ રીતે શણગારવામાં આવી છે.