Month: October 2023
ટંકારીઆમાં નવરાત્રી પર્વ ઉજવાયો
આમ તો નવરાત્રીનો તહેવાર ગુજરાતી સમુદાયનો સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે. આસો માસ ની પ્રથમ નવ દિવસ ની રઢિયાળી રાત્રી દરમ્યાન આપણા ગામના આદિવાસીઓ નવરાત્રીના પર્વમાં ગરબે રમે છે. જે સંદર્ભે ટંકારીઆ ગામના આદિવાસી ભાઈ બહેનો દ્વારા પણ ગરબાનો મહિમા સાર્થક કરી નવ દિવસ ગરબાઓ યોજવામા આવ્યા હતા. અને આ ગરબાનો પર્વ એકદમ શાંતિપૂર્વક પરિપૂર્ણ થયો હતો. નીચેની તસ્વીરોમાં આપણા ગામના આદિવાસી ભાઈ-બહેનો ગરબાની રમઝટ માણતા નજરે પડે છે.
Thus Navratri festival is being celebrated as a cultural festival of Gujarati community. During the night of the first nine days of the month of Aaso, the Adivasi people of our village play Garba in the festival of Navratri. In this regard, the Adivasi brothers and sisters of Tankaria village also celebrated the glory of Garba and organized Garba for nine days. And this Garba festival was accomplished quite peacefully. In the following pictures, the Adivasi brothers and sisters of our village can be seen enjoying the Garba.
પ્રાથમિક શાળા બોરીના આચાર્ય ઐયુબભાઇ કડુજીનો વિદાય સાથે સન્માન સમારંભ યોજાયો.
આજરોજ પ્રાથમિક શાળા બોરી, તા.જિ.ભરૂચના મુખ્ય શિક્ષક શ્રી ઐયુબ મુસાભાઇ કડુજી [મૂળ ટંકારીઆના ] નિવૃત થતાં તેઓનો સન્માન સમારંભ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરિમલસિંહ યાદવના અધ્ય઼ક્ષ સ્થાને શાળાના સહ કર્મચારીઓ દ્વારા યોજવામાં આવ્યો.જેમાં શ્રી પ્રદીપસિંહ રાણા, ઇકબાલભાઇ પટેલ,ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મુનાફભાઇ ટીનકી અને મંત્રી ધર્મેન્દ્ર્ સિંહ રાણા, ગૃપાચાર્ય પુષ્પાબેન રણા, બોરી ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સી.ના સભ્યો, મેહબુબભાઇ જેટ. દાઉદભાઇ દેગમાસ્તર, ફારૂકભાઇ કારી, શિક્ષકો શેહનાઝબેન, દિપ્તીબેન, અજીજાબેન, મુનાફભાઇ, અનવરભાઇ મીરૂ, હમીદભાઇ, ફીરોઝભાઇ ની હાજરીમાં સ્મૃતિ ચિન્હ્ રૂપે ભેટ આપી સન્માન કરાયું હતું.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરિમલસિંહ યાદવ દ્વારા ઐયુબભાઇની શિક્ષણક્ષેત્રે સારી કામગીરીની સરાહના કરાઇ હતી.કાર્યક્ર્મનું સંચાલન શાળાની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવી.આભારવિધિ શાળાના શિક્ષિકા કલાવતીબહેન દ્વારા કરવામાં આવી.
Get together in USA
Our American based Tankaravi brothers organized a dawat program in honor of Zimbabwe resident Mehboob Gocha which can be seen in the picture.
Wedding in Tankaria
Marriage function of “IMRAN” S/O AARIF ALLI BAPUJI held at Darul Ulum Community Hall – Tankaria today.