ટંકારીઆમાં એમ.એ.એમ. ઈંગ્લીશ મીડીયમ શાળામાં નારી સુરક્ષા સેતુ કાર્યક્રમનું આયોજન થયું
આજ રોજ તારીખ : ૦૭/૧૧/૨૦૨૩ ને મંગળવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ અને એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલના મદની હોલમાં શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૩-૨૪ શાળા કક્ષાએ નારી સુરક્ષા સેતુ અંતર્ગત એક જાગૃત્તા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધોરણ ૪ થી ૧૦ વિદ્યાર્થીઓને પાલેજ પોલીસ સ્ટેશન પી.આઈ. શિલ્પાબેન દેશાઈ અને મનીષાબેન ચૌહાણ (કોન્સ્ટેબલ) દ્રારા સ્વ સુરક્ષા માટે ખુબજ સારી સલાહ આપવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી દ્વારા સ્વાગત કર્યું ત્યારબાદ છેડતીના બનતા બનાવ વિશે વિડીયોગ્રાફી બતાવી પી.આઈ. શિલ્પાબેન દેશાઈ દ્રારા એના વિશે વિસ્તૃત માહિતી આપી. ત્યારબાદ ગુડ ટચ, બેડ ટચ વિશે પણ પી.આઈ. મેડમે ખુબજ અસરકારક માહિતી આપી ત્યારવાદ સાયબર ક્રાઈમ વિશે વિડીયોગ્રાફી બતાવી ખુબજ અસરકારક માહિતી આપી. ઈન્ટરનેટ વિશે પણ માહિતી અને એના દુરઉપયોગ વિશે જાણકારી આપી. સોસીયલ મીડિયા વડે અથવા ડીજીટલ આપ લે વિશે તેમાં થતા ચીટીંગ વિશે પણ માહિતી આપી અને તેમાંથી કેવી રીતે બચી શકાય તે વિશે પણ જાણકારી આપી હતી.
અંતે હેલ્પલાઇન નંબરો તથા ઈમરજન્સી નંબરો પણ બાળકોને બતાવી કેવી રીતે મદદ મેળવ્વી તે વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક પટેલ સાહેબે આવનાર મહેમાનોનું આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.